• Home
  • News
  • લોકોને માર્ગ પરથી દૂર કરવા ઉતારાશે પોલીસ ફોર્સ, કરાશે કડક કાર્યવાહી
post

25 માર્ચ સુધી અમદાવાદ સહિતના છ મહાનગરોને લોકડાઉન જાહેર કર્યા પછી પણ શહેરીજનો શહેરના માર્ગો પર ફરતા જોવા મળી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:56:46

અમદાવાદઃ રવિવારે જનતા કર્ફ્યુ દરમિયાન અનેક નાગરીકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કોરોનાના કહેરની વચ્ચે શહેરીજનો રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 25 માર્ચ સુધી અમદાવાદ સહિતના છ મહાનગરોને લોકડાઉન જાહેર કર્યા પછી પણ શહેરીજનો શહેરના માર્ગો પર ફરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આ લોકોને સમજાવીને બહાર ન નીકળવા માટે અને જો લોકો ન સમજે તો કડક કાર્યવાહી કરવા માટે શહેરમાં પોલીસ ફોર્સ ઉતારવાની વાત કરવામાં આવી છે. 

લોકોને માર્ગ પરથી દૂર કરવા પોલીસ ફોર્સ ઉતારાશે
કોરોનાના કહેર વચ્ચે રસ્તા પર ફરતા લોકો મામલે મ્યુનિશિપલ કમિશનર વિજય નહેરાએ પોલીસ કમિશન આશિષ ભાટિયા સાથે વાત કરી છે. લોકોને માર્ગ પરથી દૂર કરવા માટે પોલીસ ફોર્સ ઉતારવા જણાવ્યું છે. લોકોને સમજાવવામાં આવશે અને નહીં સમજે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ પોલીસ ફોર્સને જણાવવામાં આવ્યું છે. 

દફનાળા સર્કલ પાસે પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું 

દફનાળા સર્કલ પાસે પોલીદ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી શહેરમાં પ્રવેશતા અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા લોકોને રોકવામાં આવી રહ્યાં છે. સમગ્ર દિવસ દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post