• Home
  • News
  • પુનિતનગર ક્રોસિંગ પાસેથી 3ને ઝડપી પાડી પોલીસે 59 કિલો ગાંજો જપ્ત કર્યો, મણિનગરમાંથી હથિયારોની હેરાફેરી કરતા 5 ઝડપાયા
post

રથયાત્રા યોજાય તે પહેલાં શહેરમાં ગેરકાયદે હથિયારો અને ગાંજાની હેરાફેરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:06:30

અમદાવાદ: રથયાત્રા પહેલા જ શહેરમાં પોલીસ અને એજન્સીઓ સક્રિય બની જતી હોય છે અને હથિયારો, ગાંજો, ડ્રગ્સ, દારૂ વગેરે ઝડપી પાડે છે. અમદાવાદ SOGની ટીમે વટવામાં પુનિતનગર ક્રોસિંગ પાસેથી 59 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીએ ગાંજો મંગાવતા બે શખ્સ એક્ટિવા પર લઈને આવ્યા હતા અને પોલીસે તેમને ઝડપી પાડયાં હતા. ક્રાઈમ બ્રાન્ચે પણ 1 પીસ્ટલ, 2 દેશી તમંચા અને 19 કારતુસ સાથે 5 શખ્સની ધરપકડ કરી છે.

SOGની ટીમો અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી
SOG
ને બાતમી મળી હતી કે જશોદાનગર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતો અને ગાંજાનું વેચાણ કરતો પ્રેમચંદ તિવારી નામનો શખ્સ પુનિતનગર ક્રોસિંગ પાસે ગાંજાનો જથ્થો લેવા આવનાર છે. જેથી SOGની ટીમો અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. પ્રેમચંદને એક્ટિવા પર બે શખ્સ થેલામાં વસ્તુ આપવા આવતા પોલીસે તેમને ઝડપી લીધાં હતાં. પૂછપરછ કરતા તેમનું નામ ધર્મેન્દ્ર ધામુ અને અમિત પટેલ હોવાનું જણાવ્યું હતુ. પોલીસને તેની પાસેથી 9 પાર્સલ મળી આવ્યા હતાં. બાકીના પાર્સલ અમિતના નેપાળીની ચાલી પાસે ઘરમાં હોવાનું કહેતા પોલીસે ઘરમાં જઈ તપાસ કરતા 23 પાર્સલ મળી આવ્યા હતા. કુલ 59 કિલો જેટલો ગાંજો પોલીસને મળી આવતા તેને જપત કરી લેવાયો હતો. આરોપીઓની પૂછપરછ કરતા પ્રેમચંદ તિવારીએ આ ગાંજો મુન્નાભાઈ ઉર્ફે સીતારામ સુરત અશ્વિનીકુમાર પાસેથી વેચાણ માટે મંગાવ્યો હતો. અમિત અને ધર્મેન્દ્ર એક્ટિવા પર આ ગાંજો લઇ આવ્યા હતા. પોલીસે ગાંજો, એક્ટિવા સહિત 6.29 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે 1 પીસ્ટલ, 2 તમંચા, 15 જીવતા અને 4 ફૂટેલા કારતુસ જપ્ત કર્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગર આવકાર હોલ પાસે ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતા પાંચ શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી 1 પીસ્ટલ, 2 તમંચા, 15 જીવતા અને 4 ફૂટેલા કારતુસ જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપી વિજય પવાર, રાહુલ કુંભાર, મનીષ ઢોમસે, બ્રિજેશ કુશવાહ અને જતીન શાહને ઝડપી તેમની પૂછપરછ કરતા આરોપી બ્રિજેશ કુશવાહે જણાવ્યું હતું કે તેના વતન મધ્યપ્રદેશના ભીંડ ખાતે જઇ તેના કાકા પાસેથી ખરીદીને લાવ્યો હતો અને આજે તેના આ મિત્રોને આપવા માટે આવ્યો હતો. પોલીસે શેના માટે હથિયાર ખરીદ્યા અને લાવ્યા તેની તપાસ શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post