• Home
  • News
  • આજથી માસ્ક પહેર્યા વગર ફરનારા લોકો પાસેથી પોલીસ પણ રૂ. 200 દંડ વસૂલશે
post

અત્યાર સુધી મ્યુનિ. જ દંડ વસૂલ કરતી હતી, હવે સરકારે ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 11:10:39

અમદાવાદ: આજથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી પોલીસ પણ રૂ. 200નો દંડ વસૂલ કરી શકશે. અત્યાર સુધી ફક્ત મ્યુનિ. પાસે જ દંડ વસૂલવાની સત્તા હતી, પરંતુ રાજ્ય સરકારે હવે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણ આપી દીધી છે.

મંગળવારે સાંજે શહેરના તમામ આઈપીએસ અધિકારીઓની યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, પોલીસ બુધવાર સવારથી જ માસ્ક વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલ કરી શકશે. આ અંગે ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને સૂચના અપાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post