• Home
  • News
  • પાયલટ-રાહુલની બેઠક બાદ રાજસ્થાનમાં રાજકીય સંકટ ખતમ! સોનિયા 3 લોકોની સમિતિ રચશે
post

20 જુલાઇએ ગેહલોતે પાયલટ સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે- તેઓ નિકમ્મા અને બેકાર છે, પણ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત પછી સચિનની ઘરવાપસી નક્કી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 12:14:32

જયપુર: રાજસ્થાનમાં 32 દિવસથી ચાલી રહેલો પોલિટિકલ ડ્રામા 14 ઓગસ્ટથી શરૂ થતા વિધાનસભાના સત્ર પૂર્વે યુ-ટર્ન લેતો જણાઇ રહ્યો છે. બળવાખોર વલણ અપનાવનારા સચિન પાયલટ સોમવારે રાહુલ ગાંધીને મળ્યા. તે દરમિયાન પ્રિયંકા ગાંધી વાડરા પણ હાજર હતાં. સૂત્રોએ જણાવ્યું કે વાતચીત હકારાત્મક રહી. પાયલટને કોંગ્રેસમાં ફરી સન્માનજનક દરજ્જો મળે તે માટેની ફોર્મ્યૂલા ઘડાઇ રહી છે. પાઈલટ જૂથનાં સૂત્રોએ જણાવ્યું કે રાહુલે બધી જ ફરિયાદો દૂર કરવાની ખાતરી આપી છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે ચર્ચા કરી. સૂત્રોના કહેવા મુજબ સોનિયાએ ગેહલોતને પાયલટનો મામલો સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉકેલવા કહ્યું છે. બાદમાં ધારાસભ્યોની સોદાબાજી મામલે ઓડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્મા ગેહલોતને મળવા પહોંચ્યા. તેમણે કહ્યું કે, મેં એક મહિના સુધી નારાજગી વ્યક્ત કરી પણ હવે મને ફરિયાદ નથી. નોંધનીય છે કે પાયલટ સાથે 18 ધારાસભ્યએ ગયા મહિને ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના પગલે કોંગ્રેસે પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી હટાવી દીધા હતા.

પ્રશ્નો ઉકેલવા રચાયેલી સમિતિ સાથે સચિને મુલાકાત કરી
પાયલટ જૂથ સાથે વાત કરી રહેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કે. સી. વેણુગોપાલે આ મામલે ટિપ્પણીનો ઇનકાર કર્યો. પાઈલટે તથા નારાજ ધારાસભ્યોએ ઉઠાવેલા પ્રશ્નો ઉકેલવા પક્ષના હાઇ કમાન્ડે 3 સભ્યની સમિતિ રચી છે. તેમાં પ્રિયંકા ગાંધી, અહમદ પટેલ, વેણુગોપાલનો સમાવેશ થાય છે. સચિન જૂથે સોમવારે સાંજે તેમને મળી રજૂઆત કરી હતી.

બસપાના ધારાસભ્યો મામલે આજે સુનાવણી
બસપાના 6 ધારાસભ્યના કોંગ્રેસમાં વિલય બદલ તેમને ગેરલાયક ઠેરવવાની માગ અંગે જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચ મંગળવારે સુનાવણી કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post