• Home
  • News
  • સ્પેન, ઈટાલી અને ફ્રાંસમાં 45% સુધી પ્રદૂષણ ઘટ્યું, નિષ્ણાતોએ કહ્યું- મહામારીથી વિશ્વમાં આ એક સારી અસર થઈ
post

નેધર્લેન્ડના મોસમ વિજ્ઞાન સંસ્થાએ યુરોપના મુખ્ય શહેર મેડ્રિડ, રોમ, મિલાન, પેરિસની સેટેલાઈટ તસવીર જારી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:11:00

એમ્સટર્ડમ: કોરોના મહામારીને લીધે યુરોપમાં 10 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. 95 હજારથી વધારે લોકોના મોત થયા છે. સંકટના આ સમયમાં નેધર્લેન્ડના મોસમ વિજ્ઞાન સંસ્થા (KNMI)એ યુરોપના ત્રણ મોટા દેશ સ્પેન, ઈટાલી અને ફ્રાંસના વાયુમંડળની સેટેલાઈટ તસવીર મોકલી છે, જેમા અહીવું વાતાવરણમાંથી હવાનું પ્રદૂષણ 2019ની તુલનામાં 45 ટકા સુધી ઘટી ગયુ છે. અભ્યાસ પ્રમાણે વાતાવરણમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ 54 ટકા સુધી ઘટી ગયુ છે.
ડચ ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોએ યુરોપિયન અંતરિક્ષ એજન્સિના કોપરનિક્સ ટ્રોપોમી ઉપકરણથી 2019ના માર્ચ-એપ્રિલને વર્ષ 2020ના માર્ચ-એપ્રિલ સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. તેમા જોવા મળ્યુ છે કે ત્રણેય દેશનુ વાતાવરણ ખૂબ જ સ્વચ્છ થઈ ગયુ છે. આ તસવીરો પરથી જાણવા મળ્યુ છે કે વર્ષ 2019માં આ દેશોના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલુ વ્યાપક હતું.

સ્પેન, ઈટાલી, ફ્રાંસમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધારે લોકોના મોત થયા છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મતે હવાના પ્રદૂષણને લીધે  પ્રત્યેક વર્ષ વિશ્વમાં 7 ટકા લોકોનું અકાળે મોત થયા છે. બીજી બાજુ જો સ્પેન, ફ્રાંસ અને ઈટાલીની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાથી આશરે 60 હજાર લોકોના મોત થયા છે. 4.5 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. યુરોપમાં સૌથી વધારે ઈટાલીમાં 23,660 લોકોના મોત થયા છે.

નિષ્ણાતોના મતે- નાઈટ્રોજન ડાયોક્સાઈડ પ્રદૂષણનો જીવલેણ સ્રોત છે, જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને લીધે પેદા થાય છે

અભ્યાસકર્તા KNMIના વૈજ્ઞાનિક ડો. હંક એસ્કસના મતે નાઈટ્રોજન ડાયોક્સાઈડ એક ઘાતક પ્રદૂષક છે, જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી નિર્માણ પામે છે. અમારી ટીમે 2019 અને 2020નો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો, જેમાં જોવા મળ્યુ હતું કે મેડ્રિડ (સ્પેન), મિલાન અને રોમ (ઈટાલી) નજીકના શહેરોમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ 45 ટકા સુધી ઓછુ થઈ ગયુ છે, જ્યારે ફ્રાંસના પેરિસના વિસ્તારોમાં આ સ્તર 54 ટકા ગગડ્યુ છે. ડેટા કેલ્ક્યુલેશનમાં 15 ટકા પ્લસ અને માઈનસની સંભાવના છે, જે એક મહત્વનું માર્જીન છે.વિશ્વમાં કોરોના મહામારીનું એક હકારાત્મક પાસુ એ છે કે વિશ્વમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયુ છે.