• Home
  • News
  • પોપ્યુલર બિલ્ડર કેસમાં IT વિભાગનો ઘટસ્ફોટ:1000 કરોડની મિલકત ટાંચમાં લીધી, એક ટકો કમિશન આપી બીજા પાસે પ્રોપર્ટી ખરીદાવતા, 22 લાખ સ્કવેર મીટર જમીન, 23 લોકર અને 2 કરોડના દાગીના મળ્યા
post

પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા રમણ પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-09 10:21:31

પોપ્યુલર બિલ્ડર કેસમાં આવકવેરા વિભાગે મોટો ધડાકો કર્યો છે. ઈન્કમટેક્સ વિભાગે 1000 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે. જેમાં અમદાવાદની 600 કરોડ અને બહારની 400 કરોડ સહિત કુલ 1000 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે. અમદાવાદ બહારની પ્રોપર્ટીમાં સાણંદ અને કલોલમાં 63 પ્રોપર્ટી મળીને કેલીયા વાસણા, ગરોળિયા સહિત તમામ પ્રોપર્ટી ટાચમાં લીધી છે. ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલ સુધીમાં 234 શો કોઝ નોટિસ ઈશ્યુ કરી છે.

જ્યારે બેનામી ધારા હેઠળની મિલકત બાબતે 27 લોકેશન, 23 લોકર અને અસંખ્ય દસ્તાવેજો મળી આવ્યા છે. જ્યારે 3 કરોડ 19 લાખ મિલકત સિઝ કરી છે. જેમાં 91 લાખ 11 હજાર રોકડા, 2 કરોડ 27 લાખના દાગીના તેમજ લેન્ડ ડિલિંગના દસ્તાવેજ મળ્યા છે. તેઓ બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી MOUના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. તેઓ ડમી ખરીદનાર માલિકને પોતાને ત્યાં નોકરીએ રાખતા અથવા 1 ટકો કમિશન આપતા હતા. તપાસ દરમિયાન આવકવેરા વિભાગને 22 લાખ સ્કવેર મીટર જમીન મળી છે. તેની સાથે સાથે 100થી વધુ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે.

16 કો-ઓપરેટિવ સોસાયટીનો ઉપયોગ કરી 10 લોકોના નામે જમીનો લીધી
પોપ્યુલર ગ્રૂપના રમણ પટેલની પૂછપરછમાં પણ મોટા ખુલાસા થયા છે. જેમાં 16 કો-ઓપરેટિવ સોસાયટીનો ઉપયોગ કરી 10 લોકોના નામે જમીનો લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. જેને કારણે બેનામી ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

56 કંપની, 8 ફર્મ, 6 ટ્રસ્ટ અને 28 વ્યક્તિગત પ્રોપર્ટી પર તપાસ ચાલુ
આ પ્રોપર્ટીઝના પ્રોવિઝનલ એટેચમેન્ટના આદેશો કર્યા છે. જ્યારે 49 પ્રોપર્ટીઓ બાબતે શો કોઝ નોટિસ અપાઈ છે. પોપ્યુલર ગ્રૂપના લોકોનું જમીનો પચાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્રમાં 82,128 સ્કવેર મીટર અને 5 લાખ 10 હજાર 728 વ્યક્તિગત જમીન મળી છે. આ ઉપરાંત 56 કંપની, 8 ફર્મ, 6 ટ્રસ્ટ, 6 HUF, 28 વ્યક્તિગત પ્રોપર્ટી પર તપાસ ચાલુ છે.

રમણ પટેલની મોડસ ઓપરેન્ડી
પોપ્યુલર ગ્રૂપના રમણ પટેલી મોડસ ઓપરેન્ડી પણ ગજબની છે. તેઓ બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી MOUના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. પહેલા બેનામી લોકોને ઉભા કરી મેમ્બર બનાવ્યા ત્યાર બાદ પોતાના પૈસા આપી જમીન મકાન ખરીદાવ્યા હતા. જમીન માલિક બદલતા ગયા અને છેવટે પૈસા અને જમીન ફરતા ફરતા પોતાની પાસે જ આવી જાય તેવું સેટિગ કર્યું હતું. આ કામ માટે તેઓ ડમી ખરીદનાર માલિકને પોતાને ત્યાં નોકરીએ રાખતા અથવા 1 ટકો કમિશન આપતા હતા.

1990થી જમીન હડપ કરતા હતા
ઇન્કમટેક્સની તપાસમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. જેમાં પોપ્યુલર ગ્રૂપ દ્વારા 1990થી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી એમઓયુના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. પહેલાં બોગસ લોકોને મેમ્બર બનાવી પોતે પૈસા આપી જમીન-મકાનની ખરીદી કરતા હતા. જમીન માલિક બદલતા ગયા અને આખરે પૈસા અને જમીન ફરતાં ફરતાં પોતાની પાસે આવી જાય તેવું સેટિંગ કર્યું હતું. જેમાં લોકોના નામે જમીન ખરીદતા હતા અને જમીનના પાવર પોતાની પાસે રાખતા હતા.

આવકવેરા વિભાગે 8 ઓક્ટોબરે વહેલી સવારે દરોડા પાડ્યા હતા
આ પહેલા 8 ઓક્ટોબરે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ IT વિભાગની ટીમ દ્વારા પોપ્યુલર બિલ્ડરને ત્યાં રેડ કરવામાં આવી હતી. IT વિભાગે અંદાજે 27 જગ્યા પર રેડ કરી હતી. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગે પોપ્યુલર ગ્રુપના ત્રણ ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા હતા. જેના પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોપ્યુલર ગ્રુપના 14 બેન્ક લોકર અને કોમ્પ્યુટર અને લેપટોપમાં રહેલો ડેટા સીલ કરવામાં આવ્યો હતો.

દસ્તાવેજોનાં પોટલા જોઈ IT સ્તબ્ધ થયું હતું
પોપ્યુલર ગ્રૂપને આઈટીના દરોડા અંગે શંકા હતી. તેથી બિલડર રમણ પટેલે તેમના અંગત વિશ્વાસુ અને કેરિયર ભરત પટેલના સેટેલાઈટ ખાતે આવેલા ફ્લેટમાં બે નંબરી દસ્તાવેજો સંતાડી દીધા હતા. પરંતુ ઈન્કમટેક્સ વિભાગને આ માહિતી મળી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજો ભરેલા પોટલાં જોઈને ઈન્કમટેક્સના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

થલતેજમાં રૂ. 600 કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં રમણ પટેલની ધરપકડ થઈ હતી
આ અંગેની વિગત એવી છે કે થલતેજ ગામમાં રહેતા બાબુજી ઠાકોર અને તેમના પરિવારના સભ્યોની રૂ. 600 કરોડ રૂપિયાની જમીન એસજી હાઈવે પર થલતેજ ગામની સીમમાં આવેલી છે. આ જમીન રમણ પટેલ અને દશરથ પટેલે નકલી પાવર-બાનાખત અને વેચાણ દસ્તાવેજના આધારે આ જમીન પચાવી પાડી હતી. આ જમીન રમણ પટેલે 1993-94ના વર્ષમાં પરિવારના સભ્યોની સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે કરી દીધી હતી. ત્યારબાદ 2015માં આ જ જમીન તેમના પારિવારિક મિત્ર સંદીપ પ્રજાપતિની સોમેશ્વર દર્શન કો.ઓ.હા.સો.લી.ખેતી સહકારી મંડળીના નામે કરી દીધી હતી

પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા રમણ પટેલ
16 ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધૂએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, જજીસ બંગલા રોડ પર આવેલા દીપ ટાવરમાં રહેતી ફિઝુના લગ્ન સેટેલાઈટમાં રહેતા પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણભાઇ પટેલના દીકરા મૌનાંગ સાથે થયા હતા. 1 ઓગસ્ટે તેમની દીકરી આર્યાનો જન્મ દિવસ હોવાથી પરિવારના સભ્યો, ફિઝુની માતા જાનકીબહેન - પિતા મુકેશભાઇ પટેલ ભેગાં થયાં હતાં. રાતે 11 વાગ્યે ફિઝુ અને જાનકીબહેન બેઠક રૂમમાં બેઠાં હતાં. થોડીવાર પછી ફિઝુનાં સાસુ - સસરા ફિઝુ અને જાનકીબહેનને બધાની વચ્ચે કહેવા લાગ્યા હતા કે તું પિયરમાંથી કંઈ લાવી નથી. તે પૈસા જોઈને અમારા દીકરી સાથે લગ્ન કર્યા છે,તમે બંને મા-દીકરી લૂંટારીઓ છો, એમ કહીને રમણભાઇએ મૌનાંગને કહ્યું હતું કે લાત મારીને કાઢી મૂક આ લોકોને ઘરમાંથી. જ્યારે મુકેશભાઇએ કહ્યું હતું કે આ મા-દીકરીને મારો તો જ સીધી થશે એમ કહેતાં બધાંએ ભેગા મળી ફિઝુ અને જાનકીબહેન સાથે ઝઘડો કર્યો હતો, રાતે 3 વાગ્યે મુકેશભાઇ અને મૌનાંગ ગેસ્ટ રૂમમાં આવ્યા હતા. જ્યારે મૌનાંગે ફિઝુને 6થી 7 લાફા મારી દીધા હતા તેમ જ મોઢા અને નાક ઉપર ફેંટો મારી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post