• Home
  • News
  • માતોશ્રી બહાર આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટરો લાગ્યા
post

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે તેમ છતાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ગતિરોધ જારી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-05 10:42:37

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે તેમ છતાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ગતિરોધ જારી છે. દરમિયાન મુંબઈમાં શિવસેનાના વડા ઉધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં મારા ધારાસભ્ય, મારા મુખ્યમંત્રી લખાયેલું વાંચવા મળે છે. આ પોસ્ટર શિવસેનાના કોર્પોરેટર હાજી હલીમ ખાન દ્વારા લગાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે.

બીજીબાજુ સંજય રાઉતે કહ્યું છે કે મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે. મહારાષ્ટ્રનો ચહેરો અને નીતિઓમાં પરિવર્તન આવી રહ્યું છે, આ પરિવર્તન તમને જોવા મળશે. જેને તમે હંગામા કહી રહ્યા છો તે હંગામા નથી, પરંતુ ન્યાય અને સત્યની લડાઈ છે, જેમાં અમારો વિજય થશે.

તાજેતરમાં રાજ્યની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં ઉધવ ઠાકરેનો દિકરો આદિત્ય વર્લી વિધાનસભા બેઠક પરથી વિજય થયો હતો.

દરમિયાન ગત સપ્તાહ ગુરુવારે બ્રૃહદ મુંબઈ મ્યુનિસિલપ કોર્પોરેશન (BMC)એ ઉધવ ઠાકરેના રહેઠણની બહાર હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્રના એકમાત્ર મુખ્યમંત્રી આદિત્ય ઠાકરે લખાયેલુ હતું. શિવસેના 50-50 ફોર્મ્યુલા માટે તેની માગને લઈ સતત દબાણ કરી રહ્યું છે ત્યારે ભાજપે કહ્યું છે કે તે મુખ્યમંત્રી પદ માટે કોઈ જ બાંધછોડ કરશે નહીં, વર્તમાન સમયમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ છે.

બીજીબાજુ સેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે જણાવ્યું હતું કે તેમના પક્ષના વડાએ બન્ને પક્ષને 2.5 વર્ષ માટે સરકાર ચલાવવા તક મળશે તેવી લેખિતમાં ખાતરી મેળવવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ-શિવસેના ગઠબંધને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતિ હાંસલ કરી લીધી હતી, જેમાં ભાજપ 105 બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલ છે. શિવસેનાને 56 બેઠક મળી હતી.