• Home
  • News
  • વર્લ્ડ કપનો પાવરપ્લે 'કિંગ' જસપ્રીત બુમરાહ, આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
post

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં બુમરાહે ત્રીજી ઓવરની બીજા બોલ પર મિચેલ માર્શને આઉટ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-11 18:23:42

Jasprit Bumrah In World Cup 2023 : ODI World Cup 2023માં ભારત માટે પાવરપ્લેમાં જસપ્રીત બુમરાહ ખૂબ જ અસરકારક બોલર સાબિત થયો છે. ભારતીય ટીમ ODI World Cup 2023ની બીજી મેચ રમી રહી છે અને બંને મેચમાં બુમરાહે પાવરપ્લેમાં ટીમને સફળતા અપાવી છે. આ દરમિયાન તેની ઈકોનોમી પણ ઘણી સારી રહી છે. ભારતે તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જયારે આજે ભારતીય ટીમ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે બીજી મેચ રમી રહી છે.

પાવરપ્લે કિંગ છે બુમરાહ 

ભારતના બંને મેચોમાં જસપ્રીત બુમરાહે પાવરપ્લે દરમિયાન કુલ 8 ઓવર ફેંક્યા છે, જેમાં તેણે 10ના સરેરાશથી 2 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે માત્ર 2.50ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે. આ દરમિયાન બુમરાહે ફેંકેલી ઓવરમાં માત્ર બે ચોગ્ગા લાગ્યા હતા. બંને મેચોમાં પાવરપ્લે દરમિયાન બુમરાહના બોલિંગના આંકડા 1/9-1/9 હતા. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં બુમરાહે ત્રીજી ઓવરની બીજી બોલ પર મિચેલ માર્શને આઉટ કર્યો હતો. જયારે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં તેણે પાવરપ્લેમાં ઈબ્રાહીમ ઝાદરાનની વિકેટ ઝડપી હતી.

બુમરાહ એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો 

બુમરાહ ઈજાના કારણે લગભગ એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. ઓગસ્ટ 2023માં આયર્લેન્ડ સામે રમાયેલી T20I સિરીઝથી તેણે ભારતીય ટીમમાં વાપસી કરી હતી. તે સિરીઝમાં બુમરાહને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. આ ત્રણ મેચની સિરીઝની મદદથી તે પોતાની ફોર્મમાં પાછો આવ્યો અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાયેલા Asia Cup 2023માં તેણે તે ફોર્મ જાળવી રાખ્યો હતો. Asia Cup 2023ની 2 મેચમાં તેણે 16.67ના સરેરાશથી 3 વિકેટ ઝડપી હતી. હવે તે વર્લ્ડ કપમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post