• Home
  • News
  • ચાંદ પર 10 દિવસમાં 101 મીટર ચાલ્યું પ્રજ્ઞાન રોવર:ISROએ લખ્યું- પ્રજ્ઞાન 100 નોટઆઉટ; ચીફે કહ્યું- હવે સ્લીપ મોડની તૈયારી કરી રહ્યા છીએ
post

રોવર 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:34:25

ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાને શિવશક્તિ લેન્ડિંગ પોઈન્ટથી 101 મીટરનું અંતર કાપ્યું છે. ઈસરોએ શનિવારે (2 સપ્ટેમ્બર)ના રોજ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન વચ્ચેના અંતરનો ગ્રાફ શેર કર્યો છે. બતાવવામાં આવ્યું છે કે પ્રજ્ઞાન પહેલા લેન્ડરથી પશ્ચિમ તરફ જઈ રહ્યું હતું. પાછળથી તેણે દિશા બદલી અને ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કર્યું.

ઈસરોએ 50x50 સ્કેલના આધારે ગ્રાફ તૈયાર કર્યો છે, જેમાં 101.4 મીટરનું અંતર ચાલ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. વિક્રમ લેન્ડર 23 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઊતર્યું હતું. આ અંતર કાપવામાં રોવરને 10 દિવસનો સમય લાગ્યો હતો.

મિશન 14 દિવસનું, હવે સ્લીપ મોડની તૈયારીઓ
ઈસરોના ચીફ એસ સોમનાથે શનિવારે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ચંદ્ર પર રાતનો સમય નજીક આવી રહ્યો છે. એટલા માટે ISRO ચંદ્રયાન-3ને સ્લીપ મોડમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન-3 મિશન 14 દિવસનું છે. આજે એનો 11મો દિવસ છે, એટલે કે પ્રજ્ઞાન પાસે દક્ષિણ ધ્રુવ સંશોધન માટે હજુ 3 દિવસ બાકી છે.

ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ દિવસ રહે છે. જ્યારે અહીં રાત હોય છે ત્યારે તાપમાન -100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરી રહ્યા છે.

રોવર-લેન્ડર 14 દિવસ માટે પાવર જનરેટ કરશે, પરંતુ પાવર જનરેશનની પ્રક્રિયા રાત્રિના સમયે બંધ થઈ જશે. જો ત્યાં વીજ ઉત્પાદન ન હોવાથી ઇલેક્ટ્રોનિક્સ તીવ્ર ઠંડીનો સામનો કરી શકશે નહીં અને નુકસાન થઈ શકે છે.

રોવર 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે
છ પૈડાંવાળા રોવરનું વજન 26 કિલો છે. ગુરુવારે સવારે લેન્ડિંગના લગભગ 14 કલાક પછી ઇસરોએ રોવર બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર ઊતર્યું હતું. એ 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે અને એની આસપાસના વિસ્તારોને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post