• Home
  • News
  • પાખંડીની પાપલીલા:પ્રશાંત મસાજ કરાવવાનો શોખિન હતો, પગ દબાવવાના બહાને મહિલાઓને રૂમમાં બોલાવતો, કેટલી મહિલાઓના વિડિયો ઉતાર્યા તેની તપાસ શરૂ
post

પ્રશાંતની સેવિકા દિશાના મોબાઈલનો ડેટા ડીલીટ હોવાથી તપાસ માટે FSLમાં મોકલાયો, મોબાઈલમાં કોના વિડિયો હતા તેની તપાસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 12:05:39

કિશોરી પર 12 વખત દુષ્કર્મ કરનારા પ્રશાંતનો ગોત્રી પોલીસે જેલમાંથી કબજો મેળવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ શરૂ કરી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રશાંત મસાજ કરાવવાનો શોખિન હતો. પ્રશાંત પગ દબાવવાના બહાને મહિલાઓને રૂમમાં બોલાવતો હતો. પ્રશાંતે અન્ય કેટલી મહિલાના વિડિયો ઉતાર્યા હતા અને તે કયા મોબાઇલ અને લેપટોપમાં સ્ટોર છે. પ્રશાંતની રૂમમાં અન્ય કેટલી મહિલાઓને મોકલાઇ હતી તે વિશે પણ દિશા જોનની પૂછપરછ શરૂ કરાઇ હતી.

બે સેવિકા દીક્ષા અને ઉન્નતિને પકડવા માટે પોલીસે બે ટીમો બનાવી, દીક્ષાને શોધવા દુબઇ જશે
બીજી તરફ પ્રશાંતની સેવિકા દિશા જોનના 2 દિવસના રિમાન્ડ પુરા થતાં ગુરુવારે તેને અદાલતમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવાઇ હતી. દિશા જોનના મોબાઇલ ફોનમાં રહેલો ડેટા ડીલીટ હોવાનું જણાતા તેને રિકવર કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. જ્યારે પ્રશાંતની અન્ય બે સેવિકા દીક્ષા અને ઉન્નતિને પકડવા માટે પોલીસે બે ટીમો બનાવી છે. અગાઉ બહાર આવ્યું હતું કે દિક્ષા હાલ દુબઇ છે, જેથી તે ખરેખર દુબઇમાં છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરાઇ છે અને જો તે દુબઇમાં હોય તો ગોત્રી પોલીસે દુબઇ જવાની પણ તૈયારી કરી લીધી છે અને ગુજરાતી ફિલ્મોની હિરોઇન ઉન્નતિ જોષીની પણ શોધખોળ શરૂ કરી છે. જોકે ઉન્નતી જોષી હાલ ક્યાં છે તે વિશે પોલીસને કોઇ જ જાણકારી મળી નથી, જેથી તેના આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે.

 

કૃત્યમાં 3 સેવિકાઓ પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો હતો
આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ નોંધાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વીડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને વાઘોડિયા-ડભોઇ રોડના કાન્હા ગોલ્ડના ફ્લેટમાંથી ઝડપી તેના વધુ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસ પૂછપરછમાં દિશાએ તેનું પણ શોષણ કરાયું હોવાનું જણાવ્યું હતું.

દિશાના ફોનમાંથી ડીલીટ ડેટા રિકવર કરવા પ્રયાસ
ગુરુવારે દિશાના રિમાન્ડ પુરા થતાં તેને અદાલતમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવાઈ હતી. ગુરુવારે પ્રશાંતનો કબજો મેળવી તેનો કોરોના ટેસ્ટની તજવીજ શરૂ કરાઇ છે. પોલીસે દિશાના કાન્હા ગોલ્ડના ફ્લેટમાં તથા ગોત્રી સ્થિત પ્રશાંતના આશ્રમમાં કરેલાં સર્ચમાં પણ કંઇ મળ્યું ન હતું. દિશાનો ફોન તપાસ માટે FSLમાં મોકલાયો છે. તેનો ડેટા ડીલીટ હોવાનું જણાતા તે રિકવર કરવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post