• Home
  • News
  • ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરિઝની તૈયારી: યજમાન દેશનું નામ છે ચોંકાવનારૂં
post

જ્યાં સુધી T20 વર્લ્ડ કપની વાત છે, તો ભારત સેમિફાઇનલની રેસમાં પાકિસ્તાનની સરખામણીમાં આગળ છે. ભારતની 3 મેચ બાદ 4 પોઈન્ટ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 18:33:02

નવી મુંબઇ: ભારત-પાકિસ્તાનની ટીમો આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, હવે ઓસ્ટ્રેલિયા પણ આ બંને ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણીનું સાક્ષી બની શકે છે.મળતી માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર સિમોન ઓડોનેલે આ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, MCG પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના ધમાસાન બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ યોજવા માટે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ બે એશિયાઈ પ્રતિધ્વંધી ઓસ્ટ્રેલિયામાં એકબીજા સામે ટેસ્ટ શ્રેણી રમતા જોવા મળી શકે છે.

ભારત અને પાકિસ્તાન માત્ર ICC અથવા મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટમાં જ મળે છે. બંને દેશો વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની પહેલથી આ શક્ય થાય તેમ દેખાઇ રહ્યું છે. 

ઓસ્ટ્રેલિયા યજમાન, ભારત-પાકિસ્તાન થશે ટક્કર

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરિઝ વિશે જ નહીં પરંતુ ટ્રાએંગુલર વનડે સિરીઝ વિશે પણ વાતચીત ચાલી રહી છે. તે વનડે શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન સિવાય ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા હશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2007માં રમાઈ હતી

સિમોન ઓ'ડોનેલે કહ્યું કે,મેલબોર્નમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ જેવો રહ્યો છે, આ ટેસ્ટ સિરિઝ અને ટ્રાંએગુલર સિરિઝને લઇને પણ વધ્યો છે. ભારતે છેલ્લે વર્ષ 2007માં પાકિસ્તાન સામે ટેસ્ટ સીરીઝ રમી હતી. જેમાં ભારતે પાકિસ્તાન સામે 1-0થી જીત મેળવી હતી. 

જ્યાં સુધી T20 વર્લ્ડ કપની વાત છે, તો ભારત સેમિફાઇનલની રેસમાં પાકિસ્તાનની સરખામણીમાં આગળ છે. ભારતની 3 મેચ બાદ 4 પોઈન્ટ છે. પાકિસ્તાને અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે. સેમિફાઇનલમાં જવા માટે, જ્યાં ભારતે હવે સુપર 12ની તેની બાકીની તમામ મેચો જીતવી પડશે, પાકિસ્તાને તેની જીતની સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.