• Home
  • News
  • PM મોદીને લીજન ઓફ મેરિટ આપવામાં આવ્યું, ભારતને ગ્લોબલ પાવર બનાવવા માટે પસંદ કરાયું
post

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી મેડલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયને આપ્યું હતું, અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સિંહ સિંધુએ વડાપ્રધાન તરફથી મેડલનો સ્વીકાર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 09:57:29

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન લીજન ઓફ મેરિટ (Legion of Merit)થી સન્માનિત કર્યા હતા. મોદીને આ સન્માન ભારત-અમેરિકાના રાજકીય સંબંધો વધારવા માટે આપવામાં આવ્યું છે. વડાપ્રધાન તરફથી આ સન્માન અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સિંહ સિંધુએ સ્વીકાર્યું છે.

ટ્રમ્પ તરફથી આ મેડલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયને આપ્યો છે. અમેરિકાના મોટા ભાગના અવોર્ડ કોઈ દેશ અથવા સરકારના પ્રમુખને જ આપવામાં આવે છે. મોદી સાથે આ અવોર્ડ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ આપવામાં આવ્યો છે.

અવોર્ડ આપવાનું આ કારણ
ભારત માટે અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે મોદીની આગેવાનીમાં તેમનો દેશ ગ્લોબલ પાવર બની રહ્યો છે. એ સાથે જ ભારતના વડાપ્રધાને અમેરિકા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધારવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શિંજો આબેને આ સન્માન તેમના વિસ્તારમાં સુરક્ષા જાળવી રાખવા અને મોરિસનને ગ્લોબલ ચેલેન્જીસ સામે સફળતાથી ઉકેલ લાવવા માટે આપવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post