• Home
  • News
  • અટલજીની 96મી જન્મજયંતી:રાષ્ટ્રપતિ કોવિંદ અને મોદીએ સદૈવ અટલ પહોંચીને પૂર્વ PM અટલજીને આપી શ્રદ્ધાંજલિ; સંસદમાં એક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે
post

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસરે સદૈવ અટલ પર કાર્યક્રમ યોજાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-25 10:22:32

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદૈવ અટલ મેમોરિયલ પહોંચીને અટલજીને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી આજે ઊજવાઈ રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના અટલ મેમોરિયલ પહોંચીને પૂર્વ વડાપ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દેશના ઘણા ભાગોમાં આ કાર્યક્રમની ઉજવણી કરી રહી છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસરે સદૈવ અટલ પર કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અટલજીને શ્રદ્ધાંજલિ પાઠવી


રક્ષામંત્રી રાજનાથ સિંહે અટલજીને શ્રદ્ધાંજલિ આપી


adv

Related News

post
post
post
post
post
post
post