• Home
  • News
  • ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને મળ્યા વડાપ્રધાન મોદી, ડ્રેસિંગ રૂમની તસવીરો આવી સામે
post

ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ભારતની 6 વિકેટથી હાર થઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-20 17:47:39

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટથી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ દેખાયા હતા. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Met Indian Players)એ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું. આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી છે. 



રવિન્દ્ર જાડેજાએ શેર કરી વડાપ્રધાન સાથે તસવીર

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે ડ્રેસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, 'અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા. આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.'

ઘણાં બોલીવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા સ્ટેડિયમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી-મોટી હસ્તીઓ આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજી ઇનિંગ દરમિયાન સ્ટેડિયમમાં દેખાયા હતા. પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. ફાઈનલ મેચ જોવા માટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, આશા ભોસલે, અનુષ્કા શર્મા, અથિયા શેટ્ટી, દીપિકા પાદુકોણ જેવા બોલીવૂડ સેલેબ્સ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post