• Home
  • News
  • રીવામાં સૌથી મોટો સૌર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું
post

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી કરી શરૂઆત

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 11:53:21

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના રીવા સ્થિત સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. તે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેની પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે. રાજ્યમાં એક વખત ફરી શિવરાજ સિંહ ચૈહાણના નેતૃત્વમાં બનેલી ભારતીય પાર્ટીની સરકારમાં વડાપ્રધાન મોદી પ્રથમ વખત કોઈ મોટી યોજનાની શરૂઆત કરી રહ્યાં છે .

મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજના શરૂ કરવામાં આવી રહી છે, જેને એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજન કહેવાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ અંગે માહિતી આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 10 જુલાઈએ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશના રીવામાં બનેલા 750 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ધાટન કરીશ. આ સૌર પરિયોજના 2020 સુધી રીન્યુએબલ ઉર્જા ક્ષમતા વધારવામાં અમારી પ્રતિબદ્ધતાને ગતિ પ્રદાન કરે છે.

રીવાની પરિયોજનામાં 250-250 મેગાવોટની ત્રણ સૌર ઉત્પાદન કંપનીઓ સામેલ છે. આ પરિયોજનાથી લગભગ 15 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ બરાબર કાર્બન ઉત્સર્જનની શકયતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post