• Home
  • News
  • દેશહિત માટે લોકોની નારાજગી અને ગુસ્સો વેઠવો પડે છે- PM મોદી
post

નાગરિકતા સંશોધન કાયદા સામે દેશભરમાં ચાલી રહેલા રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના એક કાર્યક્રમમાં સામેલ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-20 13:39:24

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા સામે દેશભરમાં ચાલી રહેલા રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના એક કાર્યક્રમમાં સામેલ થયા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ માટે કામ કરવામાં ઘણા ગુસ્સાને સહન કરવો પડે છે. અનેક લોકોની નારાજગી સહન કરવી પડે છે આ ઉપરાંત અનેક આરોપોનો પણ સામનો કરવો પડે છે. વડાપ્રધાન મોદીએ આ વાત ASSOCHAMના કાર્યક્રમમાં અર્થવ્યવસ્થા, GST અને ઈઝ ઑફ ડૂઇંગના રેન્કિંગને લઈને કહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ASSOCHAMના કાર્યક્રમમાં કહ્યું કે તેમની સરકાર દરેક વર્ગની વાત સાંભળે છે. આજે દેશમાં એ સરકાર છે ને ખેડૂતોનું સાંભળે છે, મજૂરોની વાત સાંભળે છે, વેપારીની વાત સાંભળે છે, ઉદ્યોગ જગતની વાત સાંભળે છે. તેમની આવશ્યક્તાઓને સમજવાનો પ્રયાસ કરે છે અને તેમની ભલામણો પર કામ કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે, ASSOCHAMની 100 વર્ષની યાત્રામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હશે, અનેક લોકોએ તેની આગેવાની કરી હશે, તમામ અભિનંદનને પાત્ર છે. 100 વર્ષની યાત્રાનો અર્થ છે કે આપે ભારતની આઝાદી આંદોલન અને આઝાદી બાદના સમયનો જોયો છે. 2014થી પહેલા જ્યારે અર્થવ્યવસ્થા નષ્ટ થઈ રહી હતી, તેને સંભાળનારા તમાશો જોઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ ક્યાં હતી, એ તમામ લોકો જાણે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 2020ની સાથે નવું દશક તમામ માટે સુખ સમૃદ્ધિ લાવશે, તેના માટે શુભેચ્છાઓ. 5 ટ્રિલિયન ડૉલરની અર્થવયવસ્થાની વાત અચાનક નથી આવી, છેલ્લા પાંચ વર્ષમાં દેશ મજબૂત થયો છે તેથી આવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. 5-6 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થા ડિઝાસ્ટર તરફી આગળ વધી રહી હતી, પરંતુ અમારી સરકારે તેને રોકી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓ હાલમાં કેન્દ્ર સરકારને ખરાબ અર્થવ્યવસ્થા માટે ઘેરી રહી છે, એવામાં પીએમ મોદીનું આ નિવેદન સામે આવ્યું છે.