• Home
  • News
  • લૉકડાઉન પહેલા GTUમાં 25 પેટન્ટ નોંધાઈ છે, મોટાભાગે મિકાનિકલ ક્ષેત્રની
post

અત્યાર સુધીમાં GTU વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર્સે 400 જેટલી પેટન્ટ ફાઇલ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:11:41

અમદાવાદ: જીટીયુ IPR સેલ દ્વારા 2010થી પેટન્ટ ફાઈલ કરવામાં આવે છે જેમાં ફક્ત વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના ઇનોવેશનની પેટન્ટ સાથે રાજ્ય તેમજ રાજ્ય બહારથી પણ એપ્લાય કરી શકાય છે  અત્યાર સુધી 475 જેટલી પેટન્ટ જીટીયુ IPR સેલ દ્વારા ફાઈલ થઈ છે. તેવી માહિતી  જીટીયુ IPR સેલ આસિસ્ટન્ટ પ્રોફેસર અમિત પટેલે આપી હતી. તેમાં પણ સૌથી વધારે 150 જેટલી પેટન્ટ મિકેનિકલ ક્ષેત્રની છે. ઇન્વેશનનો સ્કોપ છે આ સાથે તમે પ્રોબ્લેમ વિશે નવું વિચારી શકો છો. 

આ અંગે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, 475 માંથી 400 જેટલી પેટન્ટ ફાયલિંગ GTU સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરની છે પેટન્ટ ફાઈલિંગમાં સૌથી વધારે મિકેનિકલ બાદ ફાર્મા અને ઇલેક્ટ્રીકલ એન્જિનનિયરિંગ ક્ષેત્રનો નંબર આવે છે. અત્યારની કોરોનાની સ્થિતિમાં પણ 4થી 6 જેટલી પેટન્ટ ફાઈલ કરાવવા આવી છે. આ અંગે GTU કાર્યક્રમો પણ યોજે છે.

પેટન્ટ ફાઈલિંગ માટે ગવર્મેન્ટ રૂ. 25 હજાર  આપે છે 
ગુજરાત ગવર્મેન્ટની એસઆઇપી પોલિસી પ્રમાણે પેટન્ટ ફાઈલિંગ માટે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ ફક્ત સ્ટુડન્ટસ માટેની સ્કીમ છે. જો પ્રોફેસર હોય અને તેઓ પીએચ.ડી કરતા હોય તો તેમને મળે છે. સામાન્ય રીતે પેટન્ટ ફાઈલિંગ પાછળ 40થી 60 હજાર ખર્ચ થાય છે.

2010 લઈને અત્યાર સુધી 2,000 એપ્લિકેશન 
લૉકડાઉન પહેલા જીટીયુમાં 25  પેટન્ટ નોંધાઈ છે, મોટાભાગે મિકાનિકલ ક્ષેત્રની છે. કોરોનાકા્નમાં પણ 6 જેટલી પેટન્ટ આવી છે.2010થી લઈને અત્યાર સુધી 2,000 એપ્લિકેશન આવી તેમાં પણ નોવેલ્ટી, ક્રિએટિવ, યુઝફૂલ આ ત્રણ પ્રકારની બાબતો IPR સેલ દ્વારા વિશેષ રીતે જોવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post