• Home
  • News
  • ખાનગી સ્કૂલના સંચાલકે મહિલા પ્રિન્સિપાલની છેડતી કરી, આરોપીની ધરપકડ
post

આરોપી પારકો મુદલિયાર શિક્ષિકાને અવાર નવાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી હેરાન કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 09:08:54

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતી એક મહિલાએ સ્કૂલ સંચાલક પારકો મુદલિયાર સામે છેડતીની ફરિયાદ કરી છે. ત્યાર બાદ રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી પારકો મુદલિયાર શિક્ષિકાને અવાર નવાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી હેરાન કરતો હતો. તેમજ 5 જુલાઈએ રાતના 8 વાગ્યે પારકો મુદલિયાર શિક્ષિકાના ઘરે જઈને તારો ફોન ચેક કરવો છે તું કોની કોની સાથે વાતો કરે છે તેમ કહેતા શિક્ષિકા ફોન ચેક કરવા દીધો નહોતો. જેને કારણે આરોપીએ શિક્ષિકાને લાતો મારી, સોફા પર પછાડી મોં પર કિસ કરી તેમજ ગાલ પર બચકાં ભર્યા હતા. આ અંગે શિક્ષિકાએ રામોલ પોલીસ સ્ટેશનામાં ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post