• Home
  • News
  • પ્રિયાંશુ રાજાવતે ઓર્લિયન્સ માસ્ટર્સ જીતી:મેગ્નસ જોહાન્સનને 21-15, 19-21, 21-16થી હરાવ્યો, પ્રથમ સુપર 300 સિરીઝ ટાઇટલ
post

સેમિફાઇનલમાં આયર્લેન્ડના નાહતને સીધી ગેમમાં હરાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:00:00

ઓર્લિયન્સ: યુવા ભારતીય શટલર પ્રિયાંશુ રાજાવતે ઓર્લિયન્સ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે. 21 વર્ષીય ખેલાડીએ ડેનમાર્કના મેગ્નસ જોહાન્સનને 21-15, 19-21, 21-16થી પરાજય આપ્યો હતો. આ યુવા સ્ટારે સુપર 300 સિરીઝનો પહેલો ખિતાબ જીત્યો છે. પ્રિયાંશુ તેની વર્ષની પ્રથમ ફાઈનલ રમી રહ્યો હતો.

તે છેલ્લો થોમસ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. ત્યારે ભારતીય ટીમે 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું.

68 મિનિટમાં મેચ જીતી લીધી
રાજાવતે 68 મિનિટ સુધી ચાલેલી ફાઇનલ મેચની પ્રથમ ગેમ 21-15ના માર્જિનથી જીતી લીધી હતી. જે બાદ ડેનિશ ખેલાડી જોહાન્સને બીજી ગેમ 21-19થી જીતીને મેચને રોમાંચક બનાવી દીધી હતી, જોકે આ ગેમમાં જીત-હારનો તફાવત 2 હતો. શરૂઆતમાં પ્રિયાંશુ 9-14થી પાછળ હતો. ત્યારપછી તે સતત 7 પોઈન્ટ સાથે રમતમાં પાછો ફર્યો, પરંતુ 19 પર અનફોર્સ્ડ એરર પર તેની સર્વિસ ગુમાવી દીધી. આ ભૂલની કિંમત તેને રમતના રૂપમાં ચુકવવી પડી હતી.

બીજી ગેમ હાર્યા બાદ ભારતીય સ્ટારે નિર્ણાયક ગેમ 21-16થી જીતીને ટાઈટલ જીતી લીધું હતું.

સેમિફાઇનલમાં આયર્લેન્ડના નાહતને સીધી ગેમમાં હરાવ્યો
ધાર (મધ્યપ્રદેશ)ના આ શટલરે ફાઈનલમાં પ્રવેશવા માટે ટૂર્નામેન્ટની સેમીફાઈનલ મેચ સીધી ગેમમાં જીતી લીધી હતી. રાજાવતે એક દિવસ પહેલા શનિવારે આયર્લેન્ડના નાહત ગુયેનને 21-12, 21-9થી હરાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post