• Home
  • News
  • લોકોના આરોગ્યનું રક્ષણ કરવું એ ધાર્મિક લાગણીઓથી વધુ મહત્ત્વનું: ગુજરાત હાઇકોર્ટ
post

રથયાત્રા નહીં કાઢવા થયેલી પિટિશનનો ચુકાદો આપતાં હાઇકોર્ટનું તારણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 11:51:23

અમદાવાદ: કોરોના સંક્રમણને પગલે રથયાત્રા નહી કાઢવા થયેલી જાહેરહિતની અરજી પર હાઇકોર્ટે ચુકાદો આપતા ઠેરવ્યુ છે કે રથયાત્રા કે અન્ય ધાર્મિક સરઘસો કાઢવા કે નહીં તે અંગે મંજૂરી આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઇકોર્ટ હમેંશા કાયદાના પાલન માટે વાલીની ભૂમિકામાં ફરજ બજાવે છે તેના લીધે સાચી વાત લોકોને ગમતી નથી.

હિતેશ ચાવડા નામના આરટીઆઇ એક્ટિવિસ્ટે રથયાત્રા નહીં કાઢવાની માગ સાથે જાહેરહિતની અરજી કરી હતી. તેની સામે અનેક મંહતો અને મંદિરના ટ્રસ્ટીઓએ રથયાત્રા કાઢવાની મંજૂરી માગતી અરજી કરી હતી. હાઇકોર્ટે આખરી ચુકાદો આપતા એવું અવલોકન કર્યુ હતું કે, લોકોના આરોગ્યનું રક્ષણ કરવું એ ધાર્મિક લાગણીઓથી વધુ મહત્વની બાબત છે. કોરોનાના સંકટકાળમાં જનસમુદાયના હિતને સર્વોપરી માનવામાં આવ્યું છે. કપરા સમયમાં નિર્ણય લેતા સમયે ધર્મગુરૂઓ સાથે પંરપરાની વાત અસ્થાને છે. સરકાર ધર્મગુરુઓની સાથે ચર્ચા કર્યા વગર જનસમુદાયના હિતમાં નિર્ણય લે તે જરૂરી છે. પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટે વાલીની ભૂમિકામાં રહીને લોકોને ભલે ન ગમે પરતું તેમના હિતમાં નિર્ણય લીધો છે.

રથયાત્રા મુદ્દે સરકારે સ્પષ્ટ નિર્ણયના બદલે ચર્ચા કરી તુષ્ટિકરણ કર્યું : કોર્ટ
કોરોનાકાળમાં રથયાત્રા કાઢવી કે નહી તે અંગે સરકારે ત્વરીત અને સ્પષ્ટ નિર્ણય લેવાને બદલે નેતાઓ અને ધર્મગુરુઓ સાથે ચર્ચા કરીને તૃષ્ટીકરણની નીતિ અપનાવી છે. કાયદાથી કોઇ ઉપર નથી સરકારે આ વાત કોરોનાકાળમાં યાદ રાખવાની છે. અમેરિકાના સ્ટેટના ચીફ જસ્ટિસના ચુકાદાને ટાંકતા કહ્યુ હતું કે, કોઇ વ્યકિત ગમે તેટલી લોકપ્રિય હોય તેનાથી અભિભૂત થવું જોઇએ નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post