• Home
  • News
  • PSI શ્વેતાના બનેવીએ CCTVથી બચવા 20 લાખ ઘરે મગાવ્યા હતા
post

દેવેન્દ્રને પકડવા પોલીસ જામજોધપુર, ઉપલેટા પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 11:03:17

અમદાવાદ: જીએસપી ક્રોપ કંપનીના એમડી કેનલ શાહ વિરુદ્ધ દુષ્કર્મના બે કેસમાં પાસા નહીં કરવા રૂ.35 લાખનો તોડ કરવાના કેસમાં પીએસઆઈ શ્વેતા જાડેજાનાં બનેવી દેવેન્દ્રે સીસીટીવી ફૂટેજથી બચવા જામજોધપુરની આંગડિયા પેઢીમાં આવેલા 20 લાખ ઉપલેટા મગાવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. દેવન્દ્રે આ રૂપિયા આંગડિયા પેઢીના કર્મચારી જયુભા પાસેથી લીધા હતા. 

જયુભા અને શ્વેતા જાડેજાનો બનેવી દેવેન્દ્ર ઉપલેટામાં રહે છે.શ્વેતા જાડેજાના ઇશારે જામજોધપુરની આંગડિયા પેઢીમાં જયુભાને મોકલાયેલા રૂ.20 લાખ દેવેન્દ્રે લેવા જવાના હતા, પરંતુ દેવેન્દ્ર પોલીસની વોચ કે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં ના આવે એટલે પોતાના ગામના જયુભાને કહ્યું હતું કે, અમદાવાદથી જાનકી નામનું પડીકું આવે તો મારું ધ્યાન દોરજો. અમદાવાદથી જાનકી નામનું પડીકું આવતાં જયુભાએ દેવેન્દ્રને ફોન કરીને લઇ જવા કહ્યું હતું.

જોકે સીસીટીવી ફૂટેજથી બચવા માટે ચાલાકી વાપરીને જયુભાને એ પડીકું ઉપલેટા પોતાના ઘરે લાવવા કહ્યું હતું. આ મામલે દેવેન્દ્રને પકડવા એસઓજીની બે ટીમ જામજોધપુર, ઉપલેટામાં માટે ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post