• Home
  • News
  • રોયલ લંડન વન-ડે કપમાં પૂજારાની સદી:પંડ્યાની ટીમ સામે એક ઓવરમાં 22 રન બનાવ્યા, 107 રનની ઇનિંગ રમી
post

પૂજારાએ મેચમાં 79 બોલમાં 107 રન બાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-13 19:02:39

ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટર તરીકે જાણીતો છે. પંરંતુ રોયલ લંડન વનડે કપમાં તેનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. વાર્વિકશાયર ટીમ સામે રમાયેલી મેચમાં સસેક્સ ટીમના કેપ્ટન પૂજારાએ 135ની સ્ટ્રાઈક રેટથી 107 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક ઓવરમાં 22 રન પણ કર્યા હતા.

જોકે આ મેચને પૂજારાની ટીમ જીતી ન શકી. પ્રથમ બેટિંગ કરતા વાર્વિકશાયરની ટીમે 6 વિકેટના નુકસાને 310 રન બનાવ્યા હતા. જવાબમાં સસેક્સની ટીમે 7 વિકેટના નુકસાને 306 રન બનાવી શકી હતી. આમ, વાર્વિકશાયરે આ મેચ 4 રને જીતી હતી.

પૂજારાએ નોર્વેલની ઓવરમાં 22 રન બનાવ્યા હતા
સસેક્સની ઈનિંગમાં 45મી ઓવરમાં ઝડપી બોલર લિયામ નોર્વેલ ફેંકી રહ્યો હતો. આ ઓવરમાં પૂજારાએ 22 રન બનાવ્યા હતા. પૂજારાએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર 2 રન કર્યા. ત્રીજા બોલ પર ફરી ચોગ્ગો ફટકાર્યો. ચોથા બોલે 2 રન બનવ્યા અને 5મા બોલે છગ્ગો ફટકાર્યો હતો. છેલ્લા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો.

79 બોલમાં 107 રનની ઈનિંગ
પૂજારાએ મેચમાં 79 બોલમાં 107 રન બાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. વાર્વિકશાયરના ઓપનર અલીએ પણ 102 બોલમાં 81 રન બનાવ્યા હતા. જોકે મિડલ ઓર્ડરે સારું પ્રદર્શન ન કરતાં માત્ર 4 રને ટીમ હારી ગઈ હતી.