• Home
  • News
  • ગર્ભવતી પર એસિડ ફેંકનારને સજા:અમદાવાદ સેશન્સ કોર્ટે એસિડ અટેકના અપરાધીને 12 વર્ષની સજા કરી, 50 હજારનો દંડ ફટકાર્યો
post

કોર્ટે આ કેસમાં અવલોકન નોંધ્યું હતું કે સમાજમાં એસિડ એટેકનાં ગુન્હા ખૂબ જ ગંભીર બાબત છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:32:15

અમદાવાદના ખોખરામાં 20 ડિસેમ્બર 2018 નાં રોજ ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો હતો. આ કેસના સંદર્ભમાં આજે અમદાવાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપીને 12 વર્ષની કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઘટનાની વિગત એવી છે કે 20 ડિસેમ્બર 2018નાના રોજ વહેલી સવારે આરોપી હીરા નાડીયાએ નેશનલ પાર્ક સોસાયટીમાં જઈને ભોગ બનનાર મહિલાની પુછપરછ કરી હતી ત્યારે ઘરની બહાર કપડાં ધોઈ રહેલી મહિલાએ ખબર નથી. તેમ કહેતા હીરા નાડીયા ઉશ્કેરાઈને પ્લાસ્ટીકની બોટલમાંથી જવલનશીલ પદાર્થ પ્રવાહી કાઢીને મહિલાના શરીર ઉપર નાંખીને નાસી ગયા હતા. બીજી તરફ ગંભીર રીતે દાઝેલ મહિલાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખોખરા પોલીસને જાણ થતા પોલીસે મહિલાની ફરિયાદ લઈને હીરા નાડીયા સામે ગુનો નોંધીને તપાસ કરી હતી.પોલીસે આરોપી હીરા નાડીયાની ધરપકડ કરી પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.

વર્ષ 2018ના આ બનાવમાં કોર્ટમાં 20 દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની તપાસ થઈ હતી. ભોગ બનાનારનું સોગંદનામું કરાયું હતું. મહિલા કેટલું દાજી છે તે અંગેનો મેડિકલ પુરાવો પણ સરકાર પક્ષેથી રખાયો હતો. ખાસ કરીને મહિલા ગર્ભવતી હોવાથી જો એસિડ તેના પેટ પર પડે તો બાળકને પણ ક્ષતિ થવાની સંભાવના રહેલી હતી.

એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાએ કોર્ટમાં પોતાનો ચહેરો ઢાંકીને પુરાવો આપ્યો છે. બનાવ સમયે મહિલા ગર્ભવતી હોવાથી તેનીની માનસિક વેદના કેવી હશે તે સમજી શકાય તેમ છે. તેનીના ચહેરા અને શરીરના અન્ય ભાગ ઉપર થયેલી ઈજાના કારણે તે લાંબા સમય સુધી આ સદમામાંથી બહાર આવી શકે તેમ જણાતુ નહોતું. આરોપી સામે એસિડ એટેક હુમલો કરીને પુરાવાનો નાશ કરવાનું પુરવાર થયેલે છે. આવા ગુનાઓ સમાજમાં બનતા અટકે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા વિશેષ જોગવાઈઓ કરી કરી છે. આરોપી અગાઉ દુષ્ક્રર્મના ગુનામાં પણ સજા ભોગવી ચુકવ્યો છે.આમ છતા પણ આવા જઘન્ય ગુનાઓ કરવા માટે ટેવાયેલ છે. આરોપીએ એક મહિલા ઉપર એસિડ એટેક કરી તેને મહાવ્યથા પહોંચાડી કદરુપી બનાવી છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુ સજા ફટકારવી જોઈએ.

કોર્ટે આ કેસમાં અવલોકન નોંધ્યું હતું કે સમાજમાં એસિડ એટેકનાં ગુન્હા ખૂબ જ ગંભીર બાબત છે. આ પ્રકારના ગુન્હાને હળવાશથી લેવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય, આ પ્રકારના ગુન્હા માફીને લાયક નથી. કોર્ટે આરોપી હીરા નાડીયાને 12 વર્ષની કેદની સજા ફટકારી છે અને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. આ દંડમાંથી ભોગ બનનારને વળતર અપાશે. જો અપરાધી દંડ ન ભરે તો વધુ એક વર્ષ આકરી કેદની સજા ફરમાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post