• Home
  • News
  • પંજાબના કેપ્ટન રાહુલે કહ્યું, ધોની-કોહલી અને રોહિતને જોઈને કપ્તાની શીખ્યો, આ ત્રણેય હંમેશા જીતવા અને ટીમને આગળ લઈ જવા માગે છે
post

રાહુલ આ સીઝનમાં પહેલીવાર પંજાબની કપ્તાની કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:11:21

IPLની આ સીઝનમાં પ્રથમ વખત કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની કરનાર કેએલ રાહુલ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માથી ઘણો પ્રભાવિત છે. તે કહે છે કે આ ત્રણેયને જોઇને તેણે કેપ્ટનશીપની યુક્તિઓ શીખી લીધી છે. આ વર્ષે IPLમાં, તે પણ આ ત્રણની જેમ પોતાની ટીમને આગળ લઇ જવાનો પ્રયાસ કરશે. તેણે દુબઈથી આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

રાહુલને જ્યારે તેની કેપ્ટનશિપમાં કોહલી અથવા ધોની જેવી સમાનતા જોવા મળશે કે નહિ તે અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે કોહલી, ધોની અને રોહિત છેલ્લા 10 વર્ષમાં સૌથી પ્રેરણાદાયી ક્રિકેટરો અને લીડર્સ છે. તેમની હેઠળ રમવાની તક મળવી એ શીખવા જેવું છે.

તેણે કહ્યું કે, કોહલી અને ધોનીનું વ્યક્તિત્વ અલગ-અલગ છે. અને કપ્તાની કરવાની રીત પણ જુદી છે. પરંતુ ટીમ માટે તેમનું ઝનૂન એક સરખું છે, તેઓ હંમેશા જીતવા અને ટીમને આગળ લઈ જવા માગે છે.

માત્ર ભારતીયો  નહીંહું વિરોધી કેપ્ટનો પાસેથી પણ શીખું છું

·         રાહુલે વધુમાં કહ્યું કે, તેણે માત્ર ભારતીય કેપ્ટન જ નહીં, પણ વિરોધી ટીમના કપ્તાન પાસેથી પણ નેતૃત્વની આવડત શીખી છે.

·         તેણે કહ્યું કે મેં હંમેશા શીખવા પર ધ્યાન આપ્યું હતું. તમે રોહિત (મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન) કેન વિલિયમસન જેવા ખેલાડીઓને જોઈને ઘણું શીખો છો.

·         હું આશા રાખું છું કે જે વસ્તુઓ મેં તેમને જોઈને શીખી છું તે મારા મગજમાં ક્યાંક છે જેથી હું તેનો ઉપયોગ ટૂર્નામેન્ટ દરમિયાન કરી શકું.

કપ્તાની અને વિકેટકીપિંગ મારા માટે પડકાર નથી

·         રાહુલ આ સીઝનમાં કેપ્ટનશિપની સાથે વિકેટકીપિંગ પણ કરશે.

·         આવી સ્થિતિમાં, તે પોતાના માટે ડ્યુઅલ ચેલેન્જને કેટલું મુશ્કેલ માને છે તેના સંબંધિત સવાલ પર તેણે કહ્યું કે મને ખબર નથી કે તેની અસર મારી રમત પર પડશે કે નહીં.

·         પરંતુ હું આ જવાબદારી લેવા તૈયાર છું. આ એવી વસ્તુ છે જે મને હંમેશાં ગમતી હોય છે. હું ખુલ્લા મનથી મેદાનમાં જઈશ અને શીખવાનો પ્રયત્ન કરીશ.

રાહુલ પહેલીવાર પંજાબની કપ્તાની કરશે

·         રાહુલ IPLની આ સીઝનમાં પહેલીવાર પંજાબ ટીમની કમાન સંભાળશે.

·         તેણે ગઈ સીઝનમાં 14 મેચોમાં 593 રન બનાવ્યા હતા. તેણે લીગમાં અત્યાર સુધી 67 મેચમાં 1977 રન બનાવ્યા છે.