• Home
  • News
  • પંજાબ કિંગ્સે ૨૦૬ રનના ટાર્ગેટને ચેઝ કરીને બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું
post

શાહરુખ અને ઓડેન સ્મિથ વચ્ચે ૨૫ બોલમાં અણનમ ૫૨ રનની ભાગીદારી, બેંગ્લોરે વાઈડના ૨૧ રન આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-28 10:12:27

મુંબઈતા.૨૭

પંજાબ કિંગ્સે ૨૦૬ રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક ચેઝ કરતાં બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું હતુ. પંજાબ તરફથી ધવને ૨૯ બોલમાં રાજપક્ષાએ ૨૨ બોલમાં ૪૩-૪૩ રન કર્યા હતા. શાહરૃખ ખાન અને ઓડેન સ્મિથ વચ્ચે ૨૫ બોલમાં અણનમ ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. શાહરૃખ ૨૦ બોલમાં ૨૪ રને અને ઓડેન સ્મિથ ૮ બોલમાં ૨૫ રને અણનમ રહ્યા હતા. બેંગ્લોરના બોલરોએ વાઈડના ૨૧ રન આપીને પંજાબની મદદ કરી હતી. જીતવા માટેના ૨૦૬ના ટાર્ગેટ સામે પંજાબે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૮ રન કરીને મેચ જીતી હતી.

અગ્રવાલ (૨૪ બોલમાં ૩૨ રન) અને ધવનની જોડીએ ૪૩ બોલમાં ૭૧ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ધવને ૨૯ બોલમાં પાંચ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૩ રન કર્યા હતા. ધવન અને રાજપક્ષાએ ૨૫ બોલમાં ૪૭ રનની ભાગીદારી કરી હતી. જોકે એક તબક્કે ૧૩૯/૨નો સ્કોર ધરાવતું પંજાબ ૧૫૬/૫ પર ફસડાયું હતુ.

આખરે તેમને ૩૧ બોલમાં ૫૦ રન કરવાના હતા અને પાંચ વિકેટ સલામત હતી. આ તબક્કે શાહરૃખ ખાન અને ઓડેન સ્મિથે લડાયક દેખાવ કરતાં ૨૫ બોલમાં જ અણનમ ૫૨ રન નોંધાવીને ટીમને જીતાડી હતી. બેંગ્લોરને તેની દિશાહીન બોલિંગ નડી હતી. સિરાજે છ અને હર્ષલ પટેલે પાંચ વાઈડ નાંખ્યા હતા.

અગાઉ પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને બેંગ્લોર રોયલ ચેલેન્જર્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. ડુ પ્લેસીસ અને અનુજ રાવતની ઓપનિંગ જોડીએ ૪૨ બોલમાં સ્કોરને ૫૦ પર પહોંચાડયો હતો.

અનુજ આઉટ થતાં કેપ્ટન ડુ પ્લેસીસ સાથે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જોડાયો હતો. બંનેએ આક્રમક અદાંજમાં બેટીંગ કરતાં પંજાબના બોલરોને હતાશ કર્યા હતા. ડુ પ્લેસીસે તેના આગવા અંદાજમાં સ્ટ્રોક પ્લે જારી રાખતાં ૫૦ રન ૪૧ બોલમાં પુરા કર્યા હતા અને ૭ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે ૫૭ બોલમાં ૮૮ રન ફટકાર્યા હતા. કોહલીએ પણ આક્રમક શૈલીમાં બેટીંગ કરતાં ૨૯ બોલમાં ૧ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૧ રન નોંધાવ્યા હતા. ડુ પ્લેસીસ અને કોહલીની જોડીએ ૬૧ જ બોલમાં ૧૧૮ રનની ભાગીદારી કરી હતી. આ સાથે ડુ પ્લેસીસ સિઝનની પ્રથમ સદી નોંધાવી દેશે તેમ લાગતુ હતુત્યારે અર્ષદીપની બોલિંગમાં શાહરૃખના હાથે કેચઆઉટ થયો હતો.

કોહલી અને દિનેશ કાર્તિકની જોડીએ ૧૭ બોલમાં અણનમ ૩૭ રન જોડયા હતા. કાર્તિકે ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૪ જ બોલમાં અણનમ ૩૨ રન નોંધાવ્યા હતા. જેના કારણે બેંગ્લોરે બે વિકેટે ૨૦૫ રનનો જંગી સ્કોર ખડયો હતો. પંજાબના લિવિંગસ્ટને ૧ ઓવરમાં ૧૪ઓડેન સ્મિથે ૪ ઓવરમાં ૫૨ અને બ્રારે ૩ બોલમાં ૩૮ રન આપ્યા હતા.  બેંગ્લોરે આખરી ૧૦ ઓવરમાં ૧૩૫ અને આખરી પાંચ ઓવરમાં ૬૩ રન ફટકાર્યા હતા.