• Home
  • News
  • હવેથી ગુજરાતમાં કોરોનાની કામગીરી દરમિયાન ડોકટરો અને આરોગ્યકર્મીઓના ક્વોરન્ટીન સમયને ઓન ડ્યુટી ગણવામાં આવશે, આરોગ્ય વિભાગનો પરિપત્ર
post

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામુ કરી ક્વોરન્ટીન સમયને ઓન ડ્યુટી ગણવા માટે કહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 10:24:33

કોરોના મહામારીની અસરોને પહોંચી વળવા અને તેને ફેલાતો અટકાવવા હાલ સ્વાસ્થ્ય કર્મીઓ જીવ જોખમમાં મુકીને દિવસ રાત કામ કરી રહ્યા છે. આ આરોગ્ય કર્મીઓને લઈ રાજ્ય સરકારે આજે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હવેથી ડૉક્ટર અને અન્ય આરોગ્ય કર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટીન કરવામાં આવે તો તે સમયગાળાને ઓન ડ્યુટી ગણવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે.

31 જુલાઈના રોજ સુપ્રીમ સુનાવણી દરમિયાન મામલો ઉઠાવવામાં આવ્યો
કોરોનાને નિયંત્રિત કરવાની કામગીરી તુરંત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડિસિઝ એક્ટ-1897 અન્વયે આ વિભાગના 13 માર્ચ 2020ના જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન 2020 લાગુ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન પર 31 જુલાઈ, 2020ના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ડૉક્ટર અને અન્ય હેલ્થ વર્કરને કોરોનાની ફરજ દરમિયાન ક્વોરન્ટીન કરવામાં આવેલો સમય ગાળો અમુક કિસ્સામાં રજા તરીકે ગણવાને લઈ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરન્ટીન કરવામાં આવેલા સમયગાળાને ઓન ડ્યુટી ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો
આ પહેલા 10 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામુ કરી કહ્યું હતું કે, ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓનો ક્વોરન્ટીન સમયગાળાને ઓન ડ્યુટી માનવામાં આવશે રજા પર નહીં. કેન્દ્ર સરકારે આ મામલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને માહિતગાર પણ કરી દીધા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post