• Home
  • News
  • નેશનલ ફેમિલી હેલ્થ સરવે:ગુજરાત ‘મૉડલ’ પર સવાલ ઊભા થયા, રાજ્યમાં 21.8% છોકરીઓનાં લગ્ન 18 વર્ષ પહેલાં જ કરી દેવાય છે, 5.2% 15થી 19 વર્ષ વચ્ચે માતા-ગર્ભવતી બની જાય છે!
post

27.7 ટકા છોકરાઓના લગ્ન 21 વર્ષ અગાઉ કરી દેવાય છે, નાની ઉંમરમાં લગ્ન મામલે ખેડા જિલ્લો સૌથી આગળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-25 10:59:48

પ્રગતિશીલ અને મોડલ રાજ્ય ગણાતા ગુજરાતમાં 21.8 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષ પહેલાં જ થઇ જાય છે. 27.7 ટકા છોકરાઓનાં લગ્ન 21 વર્ષ અગાઉ થઇ જાય છે. છોકરીનાં લગ્ન માટે 18 વર્ષ જ્યારે છોકરાના લગ્ન માટે 21 વર્ષ ઉંમર કાયદેસર ગણાય છે. ગ્રામ્ય વિસ્તારમાં 26.9 ટકા છોકરીઓનાં લગ્ન 18 વર્ષ પહેલાં જ્યારે 33.9 ટકા છોકરાના 21 વર્ષ પહેલાં લગ્ન થઇ જાય છે. ખેડા જિલ્લામાં સૌથી વધારે 49.2 ટકા છોકરીઓનાં લગ્ન 18 વર્ષ પહેલાં જ થઇ જાય છે. બનાસકાંઠામાં 37.3 ટકા, પાટણમાં 35.4 ટકા છે. આ આંકડાઓ તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં બહાર આવ્યા છે.

ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે રાજ્યમાં 5.2 ટકા છોકરીઓ 15થી 19 વર્ષની ઉંમરમાં જ માતા કે ગર્ભવતી બની જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રમાણ 6.7 ટકા જ્યારે શહેરોમાં 2.6 ટકા છે. ડાંગમાં આ પ્રમાણ 13 ટકા, નર્મદા જિલ્લામાં 12 ટકા જ્યારે ખેડા,પંચમહાલ અને વડોદરામાં 10 ટકા છે.

બિહારમાં 40.8 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષ પહેલાં જ લગ્ન થઇ જાય છે જ્યારે 30.5 ટકા છોકરાના લગ્ન 21 વર્ષ પહેલાં થઇ જાય છે. 11 ટકા છોકરીઓ 15થી 19 વર્ષની ઉંમરમાં જ માતા બની જાય છે અથવા ગર્ભવતી હોય છે. કર્ણાટકમાં 21.3 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષ પહેલાં જ લગ્ન થઇ જાય છે જ્યારે 6.1 ટકા છોકરાના લગ્ન 21 વર્ષ પહેલાં થઇ જાય છે. 5.4 ટકા છોકરીઓ 15થી 19 વર્ષની ઉંમરમાં જ માતા બની જાય છે અથવા ગર્ભવતી હોય છે.

લગ્ન કરવામાં હજુ પણ ગુજરાતીઓ ઉતાવળા!

સ્થિતિ

શહેર

ગ્રામ્ય કુલ

છોકરીઓનાં 18 વર્ષ પહેલાં લગ્ન

14.20%

26.9%21.8%

છોકરાઓનાં 21 વર્ષ પહેલાં લગ્ન

18.70%

33.9% 27.7%

15-19 વર્ષે જ માતા કે ગર્ભવતી

2.60%

6.7%5.2%

15 જિલ્લામાં 18 વર્ષ પહેલાં લગ્નનું પ્રમાણ 25 ટકાથી પણ વધુ જોવા મળ્યું છે

જિલ્લો

18 વર્ષ પહેલાં લગ્ન

નાની ઉંમરે માતા

અમદાવાદ

17.5

4.4

અમરેલી

10.5

1.6

આણંદ

28

7

અરવલ્લી

27

6.7

બનાસકાંઠા

37.3

5.1

ભરૂચ

16.8

5

ભાવનગર

18

1.5

બોટાદ

13

2.2

છો.ઉદેપુર

27.5

4.3

દાહોદ

29.9

7.4

દે. દ્રારકા

11.6

3.8

ગાંધીનગર

32.6

5

ગીર સોમનાથ

9.9

0.9

જામનગર

6.8

1

જૂનાગઢ

11.2

5

કચ્છ

19

5.7

ખેડા

49.2

10.4

મહેસાણા

32.3

4.5

મહિસાગર

30.7

7.1

મોરબી

8.9

3.4

નર્મદા

29.5

12

નવસારી

15.7

3.3

પંચમહાલ

34.1

10.5

પાટણ

35.4

2.3

પોરબંદર

10

1.9

રાજકોટ

12.1

1.8

સાબરકાંઠા

27

6.1

સુરત

13.1

4.4

સુરેન્દ્રનગર

19.5

6.3

તાપી

25.3

9.9

ડાંગ

30.2

13

વડોદરા

22.8

10.3

વલસાડ

19.4

6.5

 

adv

Related News

post
post
post
post
post
post
post