• Home
  • News
  • ક્વિન્ટન ડી કોકને દક્ષિણ આફ્રિકાની વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
post

ડી કોક માટે પ્રથમ પડકાર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 ફેબ્રુઆરીથી શરૂ થનારી 3 વન-ડેની સીરિઝ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 11:09:45

ક્વિન્ટન ડી કોકને દક્ષિણ આફ્રિકાની વન-ડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને વન-ડે ટીમમાં સ્થાન પણ મળ્યું નથી. ડી કોકને અગાઉ ટી-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પ્લેસિસ ટૂંક સમયમાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા અંગે વિચારી શકે છે, એવામાં ટેસ્ટમાં ડી કોકને કપ્તાની મળશે તેવી સંભાવના પ્રબળ છે. ડી કોક માટે પ્રથમ પડકાર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 ફેબ્રુઆરીથી શરૂ થનારી 3 વન-ડેની સીરિઝ રહેશે.

 

દક્ષિણ આફ્રિકા વનડે સ્ક્વોડ: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), રેઝા હેન્ડ્રિક્સ, ટેમ્બા બાવુમા, ડુસેન, મિલર, જે.મલાન, સ્મટ્સ, ફેલુકવાયો, સિપામલા, ગિડી, તબરેઝ શમસી, ફોર્ચ્યુન, સિસાન્દા મગાલા, બ્યૂરેન હેન્ડ્રિક્સ, કયલે વેરીન્ને.