• Home
  • News
  • રહાણે-ઈશાંત BCCIના વાર્ષિક કરારમાંથી બહાર થઈ શકે છે:સૂર્યા-ગિલને મળી શકે છે પ્રમોશન, હાર્દિક પંડ્યાનું નામ પણ પ્રમોશનમાં મોખરે
post

બોર્ડ ગયા મુકાબલામાં બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને C કેટેગરીમાં સ્થાન આપી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-14 18:50:58

ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ અજિંક્ય રહાણે, ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને રિદ્ધિમાન સાહા BCCIના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થઈ શકે છે. બીજી તરફ શુબમન ગિલ અને સૂર્યકુમાર યાદવનું ગ્રેડ પ્રમોશન થઈ શકે છે. જોકે એન્યુઅલ કોન્ટ્રાક્ટની અંતિમ લિસ્ટ માટે 21 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. કારણ કે, એ જ દિવસે એપેક્સ કમિટીની બેઠકમાં નવા કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવશે.

એક ન્યૂઝ એજન્સીએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. એજન્સીએ લખ્યું છે કે, BCCI વર્ષ 2022-23ના કોન્ટ્રાક્ટમાં મોટા બદલાવ કરશે.

રિદ્ધિમાન સાહાને પણ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેમાં આ વર્ષની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની તક નહીં મળે. ઈશાંત અને રહાણેની ટીમમાં વાપસી મુશ્કેલ જણાઈ રહી છે.

B ગ્રેડમાં આવી શકે છે પંડ્યા
ભારતીય T20 ટીમના ભાવિ કેપ્ટન ગણવામાં આવતા હાર્દિક પંડ્યાને પણ ગ્રેડ પ્રમોશન મળી શકે છે. તેઓ Cમાંથી B ગ્રેડમાં પ્રમોટ થઈ શકે છે.

સૂર્યા-ગિલને ઈનામ, ઈશાનને C ગ્રેડ
સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને તેમના શાનદાર પ્રદર્શનને કારણે ઈનામ મળ્યું છે. બંને ખેલાડીઓએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે અને બંને T20 અને વન-ડેનો મહત્વનો હિસ્સો છે. આથી બંનેને C કેટેગરીમાંથી Bમાં પ્રમોટ કરવું નિશ્ચિત છે. બોર્ડ ગયા મુકાબલામાં બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને C કેટેગરીમાં સ્થાન આપી શકે છે.

ટીમ ઈન્ડિયામાંથી બહાર છે ઈશાંત-રહાણે
અજિંક્ય રહાણે છેલ્લા ઘણા વર્ષોથી આઉટ ઓફ ફોર્મ રહ્યા છે. તેઓ બાંગ્લાદેશમાં 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ફાસ્ટ બોલર ઈશાંત શર્માની પણ આવી જ હાલત છે.

adv

Related News

post
post
post
post
post
post
post