• Home
  • News
  • WTCની ફાઇનલ ટીમમાં રહાણેનું નામ:15 મહિના પછી ટેસ્ટ ટીમમાં પરત, સૂર્યકુમારને સ્થાન મળ્યું નહીં; કેએસ ભરત વિકેટકીપર
post

રહાણેએ પોતાની છેલ્લી ટેસ્ટ વર્ષ 11 જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં રમી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:55:24

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં મુંબઈના બેટ્સમેન અજિંક્ય રહાણેનું નામ છે. 15 મહિના બાદ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે. તેણે તેની છેલ્લી મેચ 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ ટીમમાં સૂર્યકુમાર યાદવનું નામ નથી.

WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. 2021માં રમાયેલી પહેલી WTC ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.

IPL 2023માં રહાણેનું શાનદાર પ્રદર્શન
IPL
ની 16મી સિઝનમાં રહાણેએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેણે આ સિઝનમાં આક્રમક બેટિંગ કરી છે. અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 52.25ની એવરેજથી 209 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 199.05 રહ્યો છે.

સૂર્યા માત્ર ડેબ્યૂ ટેસ્ટ રમ્યો, સિરીઝની બાકીની 3 મેચમાં ટીમમાં સ્થાન ન મળ્યું
સૂર્યકુમાર યાદવે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે પછી, બાકીની 3 ટેસ્ટમાં પ્લેઇંગ-11માં જગ્યા બનાવી શક્યો ન હતો.

IPL 2023ની શરૂઆતની સિઝનમાં સૂર્યાનું ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યું હતું
IPL
ની 16મી સિઝનમાં પણ સૂર્યકુમારનું ખરાબ ફોર્મ શરૂ રહ્યું છે. મુંબઈ ઇન્ડિયનના બેટર સૂર્યાએ આ સિઝનમાં છ મેચ રમી છે અને તે માત્ર 123 રન જ બનાવી શક્યો છે. તેણે આ સિઝનમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી છે. RCB સામે પહેલી મેચમાં 15 રન બનાવ્યા, ચેન્નાઈ સામે 1 રન બનાવ્યો. તે દિલ્હી સામે શૂન્ય રને આઉટ થયો હતો. પંજાબ સામે ફિફ્ટી અને કોલકાતા સામે 43 રન બનાવ્યા હતા.

પંતના વિકલ્પ તરીકે ભરતને પસંદ કરવામાં આવ્યો હતો
કેએસ ભરતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ભરતની પસંદગી કરવામાં આવી છે. ભરતે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

adv

Related News

post
post
post
post
post
post
post