• Home
  • News
  • લદ્દાખ મામલે રાહુલ ગાંધીના પ્રહાર:કોંગ્રેસ નેતાએ કહ્યું- ચીન આગળ મોદીએ શિશ ઝૂકાવી દીધું, ફિંગર 3થી 4 વચ્ચેની આપણી જમીન ચીનને આપી દીધી
post

ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે: રાજનાથ સિંહ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-12 11:28:24

રાહુલ ગાંધીએ ચીન મુદ્દે કહ્યું કે, ગઈકાલે રક્ષામંત્રીએ સંસદમાં પોતાની વાત કહી, જેમાં અમુક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. ભારત સરકારની પોઝિશન મામલાની શરૂઆતમાં હતી કે એપ્રિલ પહેલાની સ્થિતિ લાગૂ કરાશે, પરંતુ હવે રક્ષામંત્રીએ આવીને નિવેદન આપ્યું કે આપણી જગ્યા ફિંગર 4 પર છે, પણ સરકારે ફિંગર 3 પર સહમતિ કેમ આપી. વડાપ્રધાન અને રક્ષામંત્રીએ ભારતીય જમીનને ચીનના હવાલે કેમ કરી.

રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દા અંગે પણ કહ્યું કે, ત્યાંથી ચીની સેના પાછળ કેમ નથી ખસી રહી. એ સ્પષ્ટ છે કે દેશના વડાપ્રધાને ભારતની પવિત્ર જમીનને ચીનને આપી દીધી છે. કહ્યું કે, વડાપ્રધાને ચીન સામે નમતું આપ્યું છે.

સંસદમાં રાજનાથ સિંહ શું કહ્યું
ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જો કે, હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.

રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિન્હિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદ્દાખના ઊંચા શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોના પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે, તેમને આ દેશ યાદ રાખશે.

adv

Related News

post
post
post
post
post
post
post