• Home
  • News
  • રાહુલ ગાંધી સાથે ચર્ચામાં બજાજ ઓટોના MDએ કહ્યું- અન્ય દેશોની સરખામણીએ ભારતમાં લોકડાઉન કડક રહ્યું
post

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પર ચર્ચાની સીરીઝ અંતર્ગત અલગ-અલગ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 11:19:37

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પર ચર્ચાની તેમની સીરીઝ અંતર્ગત આજે બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજાજ સાથે વાત કરી રહ્યાં છે. રાહુલ કોરોનાના સંકટના કારણે અર્થવ્યવસ્થા પર અસર, લોકડાઉન અને અનલોક-1 પર સવાલ કરી રહ્યાં છે. કોરોના અને તેની આર્થિક અસર પર રાહુલે અલગ-અલગ ફિલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચાની સીરીઝ એપ્રિલમાં શરૂ કરી હતી. 

રાહુલે હાવર્ડના હેલ્થ એક્સપર્ટ સાથે પણ વાત કરી હતી

·         રાહુલે 27 મેના રોજ કોરોના સંકટ પર ઈન્ટરનેશનલ હેલ્થ એક્સપર્ટ સાથે ચર્ચા કરી હતી. આ એક્સપર્ટ હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર આશિષ ઝા અને સ્વીડનના કૌરોલિંસકા ઈન્સ્ટીટ્યુટના પ્રોફેસર જોહાન ગિસેક હતા. કોરોનાની વેક્સીન પર પ્રોફેસર ઝાએ કહ્યું હતું કે અમેરિકા, ચીન અને ઓક્સફોર્ડના વેક્સીન રિસર્ચના સારા પરિણામો આવી રહ્યાં છે. પ્રથમ વેક્સીન અગામી વર્ષ સુધીમાં આવવાની શકયતા છે. ભારત માટે 50-60 કરોડ વેક્સીનની જરૂર પડશે.

·         આ સિરીઝમાં 5 મેના રોજ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે વાતચીત થઈ હતી. બેનર્જીએ કહ્યું હતું કે કોરોનાની આર્થિક અસરને જોતા અમે અત્યાર સુધી મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી નથી. આપણે જે પેકેજ આપ્યું છે તે જીડીપીના 1 ટકા બરાબર છે જ્યારે અમેરિકા 10 ટકા સુધી પહોંચી ગયું છે. બેનર્જીએ કહ્યું છે કે નાના ઉદ્યોગો માટે વધુ રાહત આપવાની જરૂરિયાત છે. 

·         આ પહેલા 30 એપ્રિલે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની સાથે વાતચીત કરી હતી. રાહુલે રાજનને પુછ્યું હતું કે ગરીબોની મદદમાં કેટલો ખર્ચ આવશે ? રાજને જવાબ આપ્યો કે તેના માટે 65 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે આ રકમ દેશના 200 લાખ કરોડ રૂપિયાની જીડીપીની સરખામણીમાં કઈ જ નથી. જો તેનાથી ગરીબોનો જીવ બચે છે તો જરૂર ખર્ચ કરવો જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post