• Home
  • News
  • સોલાબ્રિજ નીચે રેલવેનો હાઈટેનશન વાયર તૂટ્યો, મોટી જાનહાનિ ટળી, વિરમગામથી આવતી ટ્રેનો રોકવામાં આવી
post

શોર્ટ સર્કિટ થઈ વાયર તૂટતાં જોરદાર ભડાકા થયાં, સ્થાનિક લોકોમાં ભય ફેલાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:52:07

અમદાવાદ: આજે વહેલી સવારે સોલા બ્રિજ નીચે રેલ્વેનો હાઈટેનશન ઇલેક્ટ્રિક વાયરઆમ શોર્ટ સર્કિટ બાદ તૂટવાની ઘટના બની છે. ઇલેક્ટ્રિક વાયર તૂટતાં જોરદાર ધડાકા થયા હતા. વાયર તૂટતાં વિરમગામ તરફથી આવતી ટ્રેનોને હાલમાં રોકી દેવામાં આવી છે. અમદાવાદ રેલવે પીઆરઓ પ્રદીપ શર્માએ વાતચીતમાં જણાવ્યું હતું કે રેલવેનો વાયર તૂટ્યો છે. તેને રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે. બે ટ્રેનને હાલમાં ત્યાં રોકવામાં આવી છે. વિરમગામથી અમદાવાદ તરફનો રેલવે વ્યવહાર હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદથી રાજકોટ તરફની લાઈન ચાલુ છે. થોડા જ કલાકોમાં રીપેરીંગ કામ પૂર્ણ થઈ જશે.


વાયર તૂટવાનો ભયંકર અવાજ થતાં આસપાસનાં વિસ્તારોમાં ઘભરાટ ફેલાયો હતો. તે જ સમયે નીકળતી માલગાડી નીકળતા અચાનક ઊભી રહી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ મામલે રેલવે પોલીસને જાણ કરી હતી અને પોલીસે રેલવેના અધિકારીઓને જાણ કરતા તેઓ સોલાબ્રિજ જવા રવાના થયા હતા. સદનસીબે તે સમયે કોઈ એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થઈ ન હતી અને મોટી જાનહાનિ થતા અટકી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post