• Home
  • News
  • દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી વરસાદનું એલર્ટ:ઉત્તરાખંડમાં ડેમ તૂટ્યો, ટેમ્પો ખીણમાં ખાબક્યો; શિમલામાં 6 ઓગસ્ટ સુધી ટ્રેન રદ
post

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના લક્સર શહેરમાં સોનાલી નદી બંધ તૂટવાને કારણે પૂરનું જોખમ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 19:04:33

દિલ્હીમાં મંગળવારે યમુના નદીનો જળસ્તર ઘટતો જોવા મળ્યો હતો. સવારે 7 વાગ્યે પાણીનો સ્તર 205.71 મીટર નોંધાયો હતો. બીજી તરફ, દિલ્હીના સીએમ કેજરીવાલે લોકોને રાહત શિબિરમાં રહેવા કહ્યું છે. કારણ કે પાણીનો સ્તર સતત ઘટી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરાખંડના હરિદ્વાર, મસૂરી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના લક્સર શહેરમાં સોનાલી નદીનો ડેમ તૂટવાને કારણે પૂરનું જોખમ છે. ​​​​​​​હિમાચલમાં વરસાદના કારણે અયોધ્યાથી કુલુ ગયેલા એક જ પરિવારના 11 લોકો ગુમ થયા છે. ​​​​​​​ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક ટેમ્પો પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે એ ખીણમાં પડી ગયો હતો.

કેવા રહેશે આગામી 24 કલાક...

આ રાજ્યોમાં ભારે વરસાદ પડશેઃ જમ્મુ-કાશ્મીર હિમાચલ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, તેલંગાણા, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક .

આ રાજ્યોમાં થશે હળવો વરસાદઃ બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ, સિક્કિમ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.

·         હવામાન વિભાગે ઉત્તરાખંડના હરિદ્વાર, મસૂરી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

·         ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના લક્સર શહેરમાં સોનાલી નદી બંધ તૂટવાને કારણે પૂરનું જોખમ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post