• Home
  • News
  • દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદ, સુરત સિટીમાં બે કલાકમાં પોણો ઈંચ વરસાદ
post

દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં સવારથી 1 મીમીથી પોણો ઈંચ સુધી વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:59:16

સુરત: દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવો વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ વરસાદની પઘરામણી થતા સવારે 6થી અત્યાર સુધીમાં સુરત સિટીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોરમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે. આગામી 3 દિવસ સામાન્ય કે ઝરમરીયો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

25 જૂનથી વરસાદનું જોર વધવાની આગાહી
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં 1 મીમીથી લઈને 1.2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 4 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આગામી 25 જૂન પછી શહેરમાં વરસાદનું જોર વધે એવી શક્યતા છે. જ્યારે આગામી 3 દિવસ સામાન્ય કે ઝરમરીયો વરસાદ પડી શકે છે.

ઉકાઈ ડેમની સપાટી 317.88 ફૂટ
હજુ સુધી ઉકાઇ ડેમના ઉપરવાસમાં મેઘરાજાની પધારણી થઇ નથી. જેથી ઉકાઇ ડેમમાં પાણીની નવી આવક ચાલુ થઇ નથી. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 317.88 ફૂટ છે. જ્યારે 6752 ક્યુસેક પાણી હાઇડ્રો મારફતે ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. ઉકાઇમાંથી 6752 ક્યુસેક ડિસ્ચાર્જથી વિયર કમ કોઝવેની સપાટી પુન: 5 મીટરને પાર થઇ છે.

આજે સવારથી નોંધાયેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

સુરત સિટી

18

કામરેજ

13

ચોર્યાસી

12

જલાલપોર

11

નવસારી

1

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

જલાલાપોર

33

સુરત સિટી

17

નવસારી

15

ચોર્યાસી

14

 

adv

Related News

post
post
post
post
post
post
post