• Home
  • News
  • રીવાબા પર રૂપિયાનો વરસાદ:કીર્તિદાનના ડાયરામાં હકુભા-કાંધલ જાડેજાએ મન મૂકી પૈસા ઉડાડ્યા, રૂ. 10થી લઈ 2 હજારની નોટોનો વરસાદ
post

જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા 484મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 18:22:02

જામનગર: જામનગરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનની રમઝટ વચ્ચે જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો તેમજ પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા અને કાંધલ જાડેજાએ પણ મન મૂકીને પૈસા ઉડાડ્યા હતા.


ભજનની રમઝટ વચ્ચે ચલણી નોટો ઊડી
જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા 484મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને કિંજલ દવે સહિતનાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. ત્યારે કલાકારો પર ચલણી નોટનો વરસાદ થયો હતો તેમજ પૂર્વ રાજ્યમંત્રી હકુભાનો જન્મદિવસ પણ હતો, જેથી લોકડાયરામાં તેમના પર પણ ચલણી નોટોનો એકધારો વરસાદ થયો હતો.

ભારતીય ચલણ ઉપરાંત ડોલર અને યુરો ઉડાડવામાં આવ્યા
લોકડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવી પર રૂ.10ની ચલણી નોટથી માંડીને રૂપિયા 2000 સુધીની નોટો ઉડાડવામાં આવી હતી. કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને કિંજલ દવેના ભવ્ય લોકડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર અને યુરો ઉડાડવામાં આવ્યા હતા. ધારાસભ્ય રીવાબા જાડેજા પર સમાજના આગેવાનોએ ચલણી નોટોનો વરસાદ કરી ઘોળ કરી હતી તેમજ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને જાણીતા બિલ્ડર મેરામણ પરમારે પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા પર ચલણી નોટોનો એકધારો વરસાદ કર્યો હતો.

અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
484મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે જામનગરમાં લોકડાયરામાં રિબડા જૂથના રાજદીપસિંહ જાડેજા અને ગોંડલ જૂથના ગણેશભાઈ દ્વારા સ્ટેજ પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા, કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર તેમજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ અને રીબડાના રાજદીપસિંહ જાડેજા સહિત અનેક મહેમાનોએ લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post