• Home
  • News
  • ગુરુવારથી 3 દિવસ અમદાવાદમાં 5 ઈંચ સુધી વરસાદની આગાહી
post

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ સુધી વરસાદની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 10:47:03

અમદાવાદ: બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે, જે 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રીય છે, સાથો સાથ ઓરિસ્સામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચશે, જેને કારણે સમગ્ર રાજ્યમાં 16થી 18 જુલાઇ દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે, જેમાં ખાસ કરીને 15 જુલાઇથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાથી લઇને હળ‌વોથી ભારે વરસાદ શરૂ થશે. મંગળવારે શહેરના અનેક વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા. 

લૉ- પ્રેશર, મોન્સૂન ટ્રફ વરસાદ ખેંચી લાવશે
હાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે,સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે. જેને લીધે 16થી 18 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે, જેમાં 17 જુલાઇએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post