• Home
  • News
  • રાજ્યના 16 જિલ્લામાં વરસાદ, કચ્છના માંડવીમાં આજે સવારે 2 કલાકમાં 4.1 ઇંચ, બે દિવસ ભારે વરસાદની આગાહી
post

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્રમાં પડી શકે છે ધોધમાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:54:35

ગાંધીનગર: રાજ્યમાં વરસાદે 4 દિવસ વિરામ લીધા બાદ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 4.1 ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો છે. રવિવારે રાજ્યના 16 જિલ્લાના 68 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6.7 ઇંચ અને કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છેકે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. 

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ(mmમાં)

કચ્છ

માંડવી

103

જૂનાગઢ

કેશોદ

35

કચ્છ

અબડાસા

30

સુરત

સુરત શહેર

18

ભરૂચ

હાંસોટ

13

કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂન અને 23 જૂનના રોજ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, પાટણ, આણંદ, ખેડા, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ, દીવ, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

21 તાલુકામાં 1 ઇંચથી 6.7 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, નવસારી અને રાજકોટ જિલ્લાના કુલ 21 તાલુકા 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6.7, કચ્છના માંડવીમાં 6, પોરબંદરમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે. 

10 તાલુકામાં 1.8થી 6.7 ઇંચ વરસાદ(24 કલાકનો આંકડો)

જિલ્લો

તાલુકો

વરસાદ(ઇંચમાં)

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

6.7

કચ્છ

માંડવી

6

પોરબંદર

પોરબંદર

4.6

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

2.9

દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા

2.8

જૂનાગઢ

કેશોદ

2.5

પોરબંદર

રાણાવાવ

2.2

કચ્છ

મુંદ્રા

2

કચ્છ

નખત્રાણા

2

પોરબંદર

કુતિયાણા

1.8

 

adv

Related News

post
post
post
post
post
post
post