• Home
  • News
  • દક્ષિણ ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામમાં 5 ઈંચ ખાબક્યો
post

8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:07:33

સુરત: વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે.

30 તાલુકામાં વરસાદ, બે કોરાકટ રહ્યા
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે બે તાલુકાને કોરાકટ રહ્યા છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 5 ઈંચથી વધુ વરસદા ખાબક્યો છે. જ્યારે 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

ઉમરગામ

131

કામરેજ

64

ઉમરપાડા

59

નવસારી

50

કપરાડા

49

જલાલપોર

45

વાપી

42

માંગરોળ

36

વાલોડ

34

ચોર્યાસી

32

પલસાણા

32

ગણદેવી

32

સુરત

31

મહુવા

24

માંડવી

22

વલસાડ

21

 

adv

Related News

post
post
post
post
post
post
post