• Home
  • News
  • જાંબુર ગામની નદીના વહેતા પ્રવાહમાં યુવાનોના જીવના જોખમે કૂદકા, ગીર પંથકની નદીઓમાં ઘોડાપૂર
post

સરસ્વતી નદી અને જાંબુર ગામની નદીમાં પૂર આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 11:41:04

ગીર સોમનાથ: હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 1થી 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે ગીર પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. જાંબુર ગામની નદીના વહેતા પાણીમાં અને તાલાલાની માધુપુર ગામ નજીક આવેલી સરસ્વતી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં યુવાનોએ જીવના જોખમે નદીમાં ધુબાકા માર્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર 1થી 5 ઈંચ વરસાદ પડ્યો
સૌરાષ્ટ્રમાં ગઈકાલે ચારે તરફ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં 1 ઈંચ, અમરેલીના ચલાલામાં 5 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ, ગીર સોમનાથમાં 4 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, ધારીમાં 3 ઈંચ, બાબરામાં 3 ઈંચ, ઉપલેટામાં 2 ઈંચ, જુનાગઢમાં 3 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકના સુત્રાપાડા, વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post