• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ, જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ
post

છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 12:13:55

સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારી સિટીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાર તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

જલાલપોર

112

સુરત સિટી

109

નવસારી સિટી

73

ચોર્યાસી

69

વલસાડ

57

પલસાણા

56

પારડી

55

ગણદેવી

39

નિઝર

35

ડોલવણ

23

ચીખલી

22

 

adv

Related News

post
post
post
post
post
post
post