• Home
  • News
  • રાજ્યમાં રેડ અલર્ટ:રાજ્યના 251 તાલુકામાં વરસાદ, દક્ષિણ-સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા, મહેસાણાના કડીમાં 11.4 ઇંચ, સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ
post

બહુચરાજીમાં 8.8 ઇંચ, પાટણના સરસ્વતીમાં 8.1 ઇંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 11:18:39

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ રાજ્ય 251 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. ઉત્તર ગુજરાતના તમામ 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં 4થી 11 ઇંચ સુધી, 73 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 68 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 88 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના કડીમાં 11.4 ઇંચ, બહુચરાજીમાં 8.8 ઇંચ, સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ અને પાટણના સરસ્વતીમાં 8.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સાબરમતીના નિચાણવાળા વિસ્તારોમાં આગોતરું આયોજન કરવા સૂચન
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમની સપાટી 185.26 મીટર પહોંચી છે. જે વોર્નિંગ લેવલ 187.06 મીટરથી માજ્ઞ 1.8 મીટર દૂર છે. જેથી જો ધરોઇ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિએ 63567 ક્યુસેક કે તેનાથી વધુ પાણી છોડવામાં આવી શકે છે. જેથી અમદાવાદ જિલ્લાના સાબરમતી નદીના કિનારાવાળા વિસ્તારોમાં અસર થઇ શકે હોય આગોતરા આયોજન કરવા અધિક કલેક્ટર દ્વારા તાલુકા કક્ષાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. અમદાવાદમાં જમાલપુર, એલિસબ્રિજ, પાલડી, વાડજ, ગ્યાસપુરમાં તેની અસર થઇ શકે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

 

સાંજના 6 વાગ્યા સુધીમાં 4 ઇંચથી 11 ઇંચ સુધીનો વરસાદ ધરાવતા તાલુકા

જિલ્લો

તાલુકો

વરસાદ ઇંચમાં

મહેસાણા

કડી

11.4

મહેસાણા

બહુચરાજી

8.8

સુરત

ઉમરપાડા

8.5

પાટણ

સરસ્વતી

8.1

મહેસાણા

જોટાણા

7.3

મહેસાણા

મહેસાણા

6.5

પાટણ

રાધનપુર

6.3

પાટણ

હારિજ

6

ગીર-સોમનાથ

ગીર ગઢડા

5.7

પાટણ

પાટણ

5.5

સાબરકાંઠા

વિજયનગર

5.5

પાટણ

સિદ્ધપુર

5.4

જૂનાગઢ

વિસાવદર

5.1

મહેસાણા

ઉંઝા

5

ગાંધીનગર

માણસા

4.7

અમદાવાદ

વિરમગામ

4.5

બનાસકાંઠા

ભાભર

4.4

બનાસકાંઠા

વડગામ

4.2

મહેસાણા

વિજાપુર

4.1

મોરબી

મોરબી

4

અરવલ્લી

મેઘરજ

4

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા

4

 

મોરબીના ટંકારામાં 8.5 ઇંચ વરસાદ

ટંકારામા રવિવારે દિવસ દરમિયાન બે ઈંચ વરસાદ પડયા બાદ રાત્રે બે કલાકમા વધુ સાડા ઈંચ સાથે દસ વાગ્યા સુધીમા સાડા આઠ ઈંચ વરસાદ પડતા નિચાણવાળા અનેક વિસ્તારમા પાણી ઘુસ્યા હતા. તાલુકાના ગામડામા પણ અનરાધાર વરસાદથી ગામડાના નદી, તળાવ, વોંકળામા પાણીની વિપુલ આવકથી લગભગ છલકાઈ ગયા હતા. જેમા, તાલુકાના મેઘપર, વાઘગઢ સહિતના ગામડામા જવા માટે નાનાખીજડીયા ગામથી આગળ નદીના બેઠાપુલ ઉપર પાણી આવી જતા ગામડાના અનેક લોકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. ઉપરવાસના વરસાદથી તાલુકાના ત્રણેય ડેમ ઓવરફલો થયા હતા. જેમા, ડેમી-૨ અને બંગાવડી ડેમના પાટીયા ખોલાયા હતા.

મહેસાણામાં અધિકારીઓને હેડ ક્વાટર્સ નહીં છોડવાની સૂચના અપાઈ
મહેસાણા જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલે જણાવ્યું કે, મહેસાણામાં ભારે વરસાદને કારણે પરા તળાવ નજીક વસવાટ કરતા 125 પરિવારને હૈદરી ચોક સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે. જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાટર્સ નહીં છોડવાની સૂચના અપાઈ છે. ગાંધીનગર ખાતે NDRFની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જેને જરૂર પડે મહેસાણા લાવવામાં આવશે. હાલ વરસાદ રોકાઈ જતા પાણી આગામી કલાકોમાં ઓસરી જશે તેવી શક્યતા છે.

શનિવારે 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહેસાણાના સતલાસણા તાલુકામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ અરવલ્લી, મહિસાગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, તાપી, સુરત, સાબરકાંઠા, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, ખેડા, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ મોડી રાતથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

દાંતા-અમીરગઢથી પસાર થતી નદીઓનું જળસ્તર વધ્યું
ગત 24 કલાકથી બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદથી કેટલાક તાલુકાઓમાં ખાસ કરીને દાંતા તેમજ અમીરગઢ તાલુકામાંથી પસાર થતી નદીઓનું જળસ્તર વધ્યું છે. જેથી બનાસકાંઠાના કલેક્ટર દ્વારા તે વિસ્તારમાંથી પસાર થતી નદીઓના કિનારે આવેલ પ્રવાસનધામનો પ્રવાસ હાલ પુરતો ટાળવા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post