• Home
  • News
  • તાપી સહિત 7 જિલ્લામાં વરસાદ, રાજ્યના બાકીના બધા જિલ્લા કોરાધાકોર: ઉકળાટ વધવાથી લોકો પરેશાન
post

તાપીના નિઝરમાં 2 ઈંચ, દોલવણમાં 20 મિમિ, કુંકરમુંડામાં 15 મિમિ, વ્યારામાં 4 મિમિ, ઉચ્છલ અને વાલોદમાં 3 મિમિ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 12:21:53

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ વગર કારોધાકોર રહ્યા હતા. બપોરે પડતી ગરમીને પગલે ઉકળાટ વધી રહ્યો છે જેના કારણે રાજ્યની પ્રજા પરેશાન છે. મેઘાવી માહોલ છતાં વાદળાઓ વરસતા નથી અને અમી છાંટણા કરીને અન્ય જિલ્લામાં વરસાદ વરસતો નથી તેના કારણે સતત ઉકળાટમાં વધારો થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

સોનગઢમાં અઢી અને નિઝરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સોનગઢમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે તાપીના જ નિઝરમાં 2 ઈંચ, દોલવણમાં 20 મિમિ, કુંકરમુંડામાં 15 મિમિ, વ્યારામાં 4 મિમિ, ઉચ્છલ અને વાલોદમાં 3 મિમિ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં એક ઈંચ, નર્મદાના સાગબારામાં 20 મિમિ, અમરેલીના લાઠીમાં 18 મિમિ, નર્મદાના ડેડિયાપાડામાં 16 મિમિ તેમજ સુરત શહેર, વલસાડના કપરાડા અને ડાંગના આહવામાં 7 મિમિ વરસાદ નોંધાયો હતો. આજે 6થી 8 દરમિયાન માત્ર તાપીના કુકરમુંડામાં 1 મિમિ વરસાદ નોઁધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 7 મિમિ સુધીના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

તાપી

સોનગઢ

62

તાપી

નિઝર

49

ડાંગ

સુબીર

26

નર્મદા

સાગબારા

20

તાપી

દોલવણ

20

અમરેલી

લાઠી

18

નર્મદા

ડેડિયાપાડા

15

તાપી

કુકરમુંડા

15

સુરત

સુરત શહેર

7

વલસાડ

કપરાડા

7

ડાંગ

આહવા

7

 

adv

Related News

post
post
post
post
post
post
post