• Home
  • News
  • રાજસ્થાન રોયલ્સના બટલરને છ એવોર્ડ સાથે રુપિયા ૬૦ લાખનો રોકડ પુરસ્કાર
post

ચહલને સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ ૧૦ લાખનું ઈનામ : ઉમરાન મલિક ઇમર્જિંગ પ્લેયર

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 19:06:50

અમદાવાદ: આઇપીએલની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમને રુપિયા ૨૦ કરોડ મળ્યા હતા. જ્યારે રનર્સઅપ બનેલી રાજસ્થાન રોયલ્સની ટીમને ૧૨.૫ કરોડ રુપિયા એનાયત કરવામાં આવ્યા હતા. જોકે વ્યક્તિગત એવોર્ડ્સમાં જોશ બટલર છવાઈ ગયો હતો.

બટલરને જુદા-જુદા છ એવોર્ડ મળ્યા હતા અને તેને કુલ મળીને રૃપિયા ૬૦ લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બટલરે સિઝનમાં સૌથી વધુ ૮૬૩ રન ફટકાર્યા હતા. જે બદલ તેને ૧૦ લાખ રૃપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૦૨૨ની સિઝનમાં સૌથી વધુ ૪૫ સિક્સર અને સૌથી વધઉ ૮૩ ચોગ્ગા ફટકારવા બદલ તેને ૧૦-૧૦ લાખ રૃપિયાનો રોકડ પુરસ્કાર અપાયો હતો.

તેને ગેમ ચેન્જરપાવર પ્લેયરની સાથે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો હતો. આ ત્રણેય એવોર્ડ માટે તેને રૃપિયા ૧૦-૧૦ લાખ રૃપિયા એનાયત કરવામાં આવ્યા હતા.

બટલરના સાથી ખેલાડી યઝવેન્દ્ર ચહલને સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ રૃપિયા ૧૦ લાખ આપવામાં આવ્યા હતા. જ્યારે ઉમરાન મલિક ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. તેને પણ રૃપિયા ૧૦ લાખનો ચેક એનાયત થયો હતો.

લખનઉની ટીમમાં સામેલ વિન્ડિઝના ખેલાડી લુઈસે કોલકાતા સામે ઝડપેલા ક્લાસિક કેચને કેચ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેના કેચને પરિણામે કોલકાતા પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાયું હતુ. લુઈસને પણ રૃપિયા ૧૦ લાખનું રોકડ ઈનામ અપાયું હતુ.