• Home
  • News
  • જયપુર બ્લાસ્ટના ચારેય આરોપીઓની સજાની આજે જાહેરાત
post

સાડા 11 વર્ષ પહેલા જયપુરમાં સિરીયલ બ્લાસ્ટ કરનાર 4 આરોપીઓની સજા અંગે આજે સાંજે 4 વાગ્યે નિર્ણય કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-20 11:26:52

જયપુરઃ સાડા 11 વર્ષ પહેલા જયપુરમાં સિરીયલ બ્લાસ્ટ કરનાર 4 આરોપીઓની સજા અંગે આજે સાંજે 4 વાગ્યે નિર્ણય કરવામાં આવશે. ગુરુવારે બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં ચારેય મોહમ્મદ સૈફ ઉર્ફ કરીઓન, સરવર આઝમી, સૈફુર ઉર્ફ સૈફુર્રહમાન અને મોહમ્મદ સલમાનને હાજર કરાયા હતા. સરકારી વકીલે આ કેસમાં ચારેયને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. લગભગ અડધા કલાકની ચર્ચા દરમિયાન ચારેય આરોપીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. કોર્ટે બુધવારે બોમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓમાંથી શહબાજને છોડી મુક્યો હતો. જ્યારે અન્ય ચારને 8 અલગ અલગ સ્થળે સિરીયલ બ્લાસ્ટ કરવા, ગુનાહિત કાવતરું ઘડવા અને અન્ય કેસમાં દોષિત જાહેર કર્યા હતા.

13મી મે,2008ના પરકોટેમાં 8 સ્થળો પર સિરીયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 71 લોકોના મોત થયા હતા, જ્યારે 185 લોકો ઘાયલ થયા હતા.

સૌથી પહેલા મોહમ્મદ સૈફની સજાના પર ચર્ચા થઈ હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું કે, આરોપી યુવાનો સારા પરિવારના છે. તેમનો આખો પરિવાર આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો નથી. તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ પણ નથી. આ યુવાન 11 વર્ષ જેલમાં રહી ચુક્યો છે, તેના વિરુદ્ધ કોઈ સીધો સાક્ષી નથી. એમએ ફાઈનલ યરનો વિદ્યાર્થી છે. તે સારી નોકરી કરી રહ્યો હતો. તે કોઈ ખોટા સંગઠનનો સભ્ય પણ નથી, તેની છોડી મુકો.

સરવર આજમીની સજા પર ચર્ચા કરતા વકીલે કહ્યું કે, 19મી મે,2008ના રોજ તે BEની પરીક્ષા આપી રહ્યો હતો. જેનું બેકગ્રાઉન્ડ સારું છે. સરવરના પિતા અને ભાઈ ડોક્ટર છે. તે 11 વર્ષ જેલમાં કાઢી ચુક્યો છે. તેને હવે છોડી મુકો. ત્યારબાદ સૈફુર્રહમાનની સજા પર ચર્ચા કરીને છોડી મુકવાની માંગ કરી છે.

સલમાનના પક્ષમાં વકીલે કહ્યું કે, ધરપકડ વખતે તે સગીર હતો. જુવેનાઈલ કોર્ટે પણ તેને સીગર ગણ્યો હતો, જે હાલ કોર્ટમાં પેન્ડિગ છે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં તેને સગીર માની લેવાયો છે.

સૈફુર્રમાનના બચાવમાં દલીલ કરી તેના ભાઈ અને પપ્પા ડોક્ટર છે. ગુનાહિત કોઈ રેકોર્ડ નથી. હાલ ઉંમર પણ વધારે નથી.