• Home
  • News
  • રાજસ્થાન લઈ જવાના રૂ. 40 હજાર માગ્યા, 3 દિવસ બાઈક મોડિફાઈ કરી, રૂ. 1300નું પેટ્રોલ ભરાવી 9 લોકો રવાના થયા
post

રાજકોટના મૂર્તિ કામ કરતા પરિવારને આત્મનિર્ભર ગાડી બનાવીને 650 કિલોમીટર સુધીનો વતન પરત જવાનો પ્રવાસ શરૂ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 09:16:30

અમદાવાદ: આત્મનિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે. ! મૂળ રાજસ્થાનના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો. લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે વતન લઈ જવાના રૂ.40 હજાર કહ્યા. ખિસ્સામાં માત્ર 2 હજાર રૂપિયા અને પરિવારમાં 9 સભ્યો. કેવી રીતે વતન પહોંચીશું? આ સવાલ લઈને હાથ પર હાથ રાખીને બેસી રહેવાની બદલે પરિવારના મોભી સોમાભાઈએ 3 દિવસમાં પોતાના બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન માટે નીકળી પડ્યા.


રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું 
રાજકોટથી 350 કિલોમીટરનું અંતર કાપી પહોંચેલા સોમાભાઈએ જણાવ્યું હતું કે, હવે 360 કિલોમીટરનું અંતર બાકી છે. રૂ. 1300ના પેટ્રોલમાં અમે અમારા વતન પહોંચી જશું. રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું હતું.