• Home
  • News
  • રાજકોટમાં કોરોના મોતની સંખ્યામાં સ્મશાન અને સરકારી આંકડામાં વિસંગતતા, સરકારી આંકડો 5 તો એક જ સ્મશાનમાં રોજ કોરોનાની 7થી8 ડેડ બોડી આવે છે
post

રાજકોટમાં સત્તાવાર રીતે કોરોનાથી 46 દર્દીના મોત અને ડેથ ઓડિટ મુજબ માત્ર ત્રણ જ મોત દર્શાવવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 11:11:20

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજના 90 જેટલા કેસ નોંધાય રહ્યાં છે. પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના સૌથી મોટા રામનાથ સ્મશાનમાં જઈ સતત બે કલાક રિયાલિટી ચેક કરતા સરકારી આંકડા અને સ્મશાનમાં કોરોનાની ડેડ બોડીની સંખ્યામાં જમની-આસમાનનો તફાવત જોવા મળ્યો છે. રિયાલિટી ચેકમાં માત્ર બે કલાકમાં જ કોરોનાની બે ડેડબોડી અંતિમવિધિ માટે આવી પહોંચી હતી. છેલ્લા એક અઠવાડિયામાં સરકારી આંકડા પ્રમાણે રોજ 5ના મોત થાય છે. ત્યારે રામનાથપરા સ્મશાનમાં રોજ કોરોનાની 7થી 8 બોડીની અંતિમક્રિયા કરવામાં આવે છે. આથી સરકારી અને સ્મશાનના આંકડામાં મોટી વિસંગતતા જોવા મળી રહી છે.

રામનાથપરા સ્મશાનમાં રોજની 7થી 8 ડેડ બોડી આવે છેઃ સંચાલક
રામનાથપરા સ્મશાનના સંચાલક શ્યામભાઈએ જણાવ્યું હતું કે રોજની સરેરાશ 7થી 8 ડેડ બોડી કોરોના દર્દીની આવે છે. છેલ્લા 5-6 દિવસથી કોરોનાના કેસ વધી ગયા છે. 15 દિવસ પહેલા 1થી 2 બોડી આવતી હતી અને હવે 7થી 8 બોડી આવે છે. વેઈટિંગ પ્રમાણે બોડી આવે છે. 4થી 6 વાગ્યા વચ્ચે 1-2 બોડી આવે છે. આખા રાજકોટની વાત કરવામાં આવે તો દરરોજ 15થી 17 બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં રામનાથપરા સ્મશાનમાં અમે 7થી 8 બોડીના અંતિમ  સંસ્કાર કરીએ છીએ. ગઈકાલે 5 બોડીના અંતિમ સંસ્કાર કર્યા છે. રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં અમે 3 બોડીના અંતિમ સંસ્કાર કર્યા છે.

રાજકોટમાં સત્તાવાર રીતે અઠવાડિયામાં 46ના મોત અને ડેથ ઓડિટ રિપોર્ટ મુજબ માત્ર 3ના મોત
રાજકોટમાં સત્તાવાર રીતે કોરોનાથી 46 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે ડેથ ઓડિટ મુજબ માત્ર ત્રણ જ મોત દર્શાવવામાં આવ્યા છે. જો કે, હકીકતમાં કોરોનાને કારણે 90 દર્દીના મોત નીપજ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટના સ્મશાનોમાં 80 કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ કરવામાં આવી છે. જ્યારે સરકારી આકડામાં રોજ 5ના મોત જ બતાવવામાં આવે છે. રામનાથપરા સ્મશાનમાં 16 નવેમ્બરે 3, 17 નવેમ્બરે 1, 19 નવેમ્બરે 2, 20 નવેમ્બરે 8, 21 નવેમ્બરે 6 અને 22 નવેમ્બરે 5 કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાપુનગર સ્મશાનમાં 15 નવેમ્બરે 5, 16 નવેમ્બરે 6, 17 નવેમ્બરે 5, 18 નવેમ્બરે 8, 19 નવેમ્બરે 6, 20 નવેમ્બરે 3, 21 નવેમ્બરે 4 અને 22 નવેમ્બરે 3 અને 23 નવેમ્બરે 4 કોરોનાગ્રસ્ત ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

એક અઠવાડિયામાં થયેલા મોતના સત્તાવાર આંકડા
18
નવેમ્બર- 7
19
નવેમ્બર- 8
20
નવેમ્બર- 6
21
નવેમ્બર- 5
22-
નવેમ્બર- 4
23
નવેમ્બર- 4
24
નવેમ્બર- 6
25
નવેમ્બર-2

 

adv

Related News

post
post
post
post
post
post
post