• Home
  • News
  • રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં 17માંથી 15 બેઠક બિનહરીફ થશે, જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરશે
post

પહેલીવાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 11:43:06

રાજકોટ: રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયાની સાથે રાજકોટમાં સહકારી રાજકારણમાં ચહલપહલ શરૂ થઇ ગઇ છે. ત્યારે આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ ફોર્મ ભરવા જશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં 17માંથી 15 બેઠક બિનહરીફ થશે. મહત્વનું છે કે પહેલીવાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાશે.

26 જુલાઈએ રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી યોજાશે
આજે કેબિનેટમંત્રી જયેશ રાદડિયાની પેનલ ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. મહત્વનું છે કે 26 જુલાઈના રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી યોજાશે. પહેલીવાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાશે. હાલમાં બેંકના ડિરેક્ટર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે.

જિલ્લા બેંકની ચૂંટણીમા આ ઉમેદવારો ફોર્મ ભરશે
1.
જયેશ રાદડિયા-ઇતર બેઠક 
2.
લલિત રાદડિયા-જામકંડોરણા
3.
શૈલેષ ગઢિયા-રાજકોટ તાલુકો
4.
મગન વડાવીયા-મોરબી
5.
ડાયાભાઇ પીપાળીયા-પડધરી
6.
અરવિંદ તાગડીયા-જસદણ
7.
પ્રવીણ રૈયાણી-ગોંડલ
8.
ગોરધન ધામેલીયા-જેતપુર
9.
વેનુંભાઈ વૈષ્ણવ-ધોરાજી
10.
હરિભાઈ ઠુમર-ઉપલેટા
11.
અમૃત વિડજા-માળિયા
12.
જાવેદ પીરજાદા-વાંકાનેર
13.
વિરભદ્રસિંહ જાડેજા-લોધિકા
14.
દલસુખ બોડા- ટંકારા
15
ઘનશ્યામ ખાટરીયા

 

adv

Related News

post
post
post
post
post
post
post