• Home
  • News
  • એરપોર્ટને ટક્કર મારે તેવુ રાજકોટનું બસ સ્ટેન્ડ આજથી મુસાફરો માટે ખુલ્લુ મુકાયું, 8 પ્લેટફોર્મ કાર્યરત થયા
post

અમદાવાદ, વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના રૂટની બસ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 12:17:30

આજે અષાઢી બીજના દિવસે રાજકોટનું નવુ બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના રૂટની બસ નવા બસપોર્ટ પરથી ઉપડશે. પ્રથમ તબક્કામાં શાસ્ત્રીમેદાનના 8 પ્લેટફોર્મ જેમાં પાલનપુર, હિંમતનગર, અમદાવાદ, બરોડા, સુરત, પંચમહાલ, સુરેન્દ્રનગર તરફ જતી કુલ 301 બસ સર્વિસનું આવન-જાવન નવા બસપોર્ટ પરથી શરૂ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન 156 કરોડ રૂપિયાના ખર્ચે 11,178 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન પર મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ મુસાફરો મળી રહેશે. 

4થી 11 નંબરના પ્લેટફોર્મ પરથી બસો રવાના થશે
પ્લેટફોર્મ નં. 4, 5 અને 6 પરથી અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, દીયોદર, થરાદ, પ્રાતિજ, પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી અને શામળાજીની બસ ઉપડશે. આંતરરાજ્ય બસ શરૂ કરવાની છૂટ અપાતા ઉદયપુર અને રાજસ્થાન તરફની બસ પણ 4, 5 અને 6 નંબરના પ્લેટફોર્મ પરથી મળશે. આ ઉપરાંત પ્લેટફેર્મ નં.7 અને 8 પરથી લીંબડી, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર અને સાપુતારા,નાસિક, શીરડી અને મહારાષ્ટ્ર સુધીની બસ ઉપડશે. જ્યારે 9,10 અને 11 નંબરનાં પ્લેટફોર્મ પરથી ચોટીલા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ક્વાંટ, ગાંગરડી, ઝરીખરેલી, પંચમહાલ અને મધ્યપ્રદેશની બસો મળશે.

બસપોર્ટની અંદર દરેક જગ્યા પર CCTV કેમેરા લગાવાયા છે
રાજકોટના નવા બસ સ્ટેશન પર 156 કરોડ રૂપિયાના ખર્ચે 11,178 ચોરસ મીટરમાં બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. બધી જ પ્રકારની સુવિધાઓ અહીં મુસાફરોને મળી રહેશે. બસપોર્ટમાં 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. સાથે જ બસપોર્ટના બે માળ રહેશે. તેમજ તેમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ હશે. આ ઉપરાંત રિટેલ, સુપર માર્કેટ, શોપિંગ મોલ, ગેમ ઝોન, અને ફૂડકોર્ટ હશે. આ સાથે જ કેન્ટીન, વ્હીલચેર અને આધુનિક પ્રતિક્ષા ખંડ બનાવવામાં આવ્યા છે. બસપોર્ટની અંદર દરેક જગ્યા પર CCTV  કેમેરા લગાવવામાં આવ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post