• Home
  • News
  • રાજનાથ સિંહનો કોંગ્રેસ પર પ્રહાર:'અખંડ ભારતને જોડવાની આજકાલ ફેશન ચાલે છે, જે લોકોથી કંઈ થઈ શકતું નથી તે ભારત જોડવા નીકળી પડ્યા છે'
post

રાજનાથ સિંહે જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિ જ બતાવે છે આપણી સાંસ્કૃતિક જડો અટલી ઊંડી અને મજબૂત છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 19:25:19

ઉના: ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજોનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જોડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 'અખંડ ભારતને જોડવાની આજકાલ ફેશન ચાલે છે, જે લોકોથી કઈ થઈ શકતું નથી તે ભારત જોડવા નીકળી પડ્યા છે, પરંતુ ભારત કહે છે હું અખંડ છું હું ક્યારેય તૂટ્યું જ નથી.'

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પુડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સૌરાષ્ટ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલો અને ગુજરાતીઓ સાથે વાતચીત કર્યા બાદ લોકો મન મૂકીને નાચ્યા હતા. તો તમિલ લોકો શાસ્ત્રીય નૂત્ય સાથે તાલ મીલાવતા હતા અને ગૂજરાતીઓ મન મોર બની થનગાટ કરે, ગીત પર ઝુમી ઊઠ્યા હતા.

'ભારતને પણ જોડવાની આજકાલ એક ફેશન ચાલી પડી છે'
રાજનાથ સિંહે જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિ જ બતાવે છે આપણી સાંસ્કૃતિક જડો અટલી ઊંડી અને મજબૂત છે. કે, મોટામાં મોટી આંધી પણ તેને હલાવી પણ શકશે નહીં. પરંતુ આવા અખંડ, અતૂટ અને બેજોડ ભારતને પણ જોડવાની આજકાલ એક ફેસન ચાલી પડી છે. જે લોકો કંઈ કરી નથી શકતા તે ભારત જોડવા નીકળી પડ્યા છે. પણ ભારત કહી રહ્યું છે કે, હું અખંડ છું, હું ક્યારેય તૂટ્યો જ નથી. ત્યારે આ લોકો કહે છે ના અમે તને જોડીને જ રહીશુ અને આવી વાતો આજકાલથી નહીં લાંબા સમયથી થઈ રહી છે. તેવો આડકતરો કટાક્ષ કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય ભવનાનો પાયો નાખવાનો છે
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી. ભૂપેન્દ્ર પટેલે જન સંબોધતા કહ્યું કે, આજે આ ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય ભવનાનો પાયો નાખવાનો છે. જયારે સૌરાષ્ટ્ર તમિલ સાહિત્યને લઈ મુખ્યમંત્રી એ કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક લોકોએ આ અંગેનું સાહિત્ય સાચવ્યું છે. તે અમને આપજો અમે તેના પર પુસ્તક બનાવી પ્રકાશિત કરીશું. તેમજ ઉચિત સન્માન પણ કરીશું. તામિલનાડુમાં રાજ્યના પ્રવાસન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પણ વિશેષ કાર્યક્રમો યોજાશે.

300થી વધુ તમિલ સોરાષ્ટ્રિયન અહીંના મહેમાન બન્યા
દેશમાં જ્યારે મોગ્લોનું સામ્રાજ્ય હતું. તે સમયે સૌરાષ્ટ્રમાંથી હજારો લોકો પલાયન કરી દક્ષિણ ભારતમાં વસ્યા હતા. જેના કારણે આજે ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા આ તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજોનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જોડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં ટ્રેન મારફતે 300થી વધુ તમિલ સોરાષ્ટ્રિયન લોકો અહીંના મહેમાન બન્યા છે અને ગુજરાતીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

અલગ-અલગ જગ્યાએ યોજાઈ રહ્યા છે કાર્યક્રમ
ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને ભવ્ય રીતે ઉજાગર અને વધુ મજબૂત કરવા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. આ નિમિત્તે ઉદ્ઘાટન અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

26 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકમમાં ભાગ લેશે
સોમનાથ મંદિરમાં આ દર્શન મુલાકાત પ્રસંગે નવસારી સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી પી.કે.લહેરી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આગામી 26 એપ્રિલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યકમમાં ભાગ લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post